ધરમપુર: આજરોજ ધરમપુર તાલુકાની વનરાજ આર્ટસ & કોલેજના આશરે 968 થી વધારે વિધાર્થીઓ પાસેથી 1000/- રૂપિયા 2019માં લેવામાં આવ્યા હતાં અને આજદિન સુધી ટેબ્લેટ આપવામાં આવ્યું નથી જેને વિધાર્થીઓના હક અને અધિકાર માટે શાંતિ પૂર્ણ રીતે ધરણાનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે

ધરમપુર તાલુકા પંચાયત આદિવાસી અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલનું કહેવું છે કે ધરમપુર તાલુકાની વનરાજ આર્ટસ & કોલેજના આશરે 968 થી વધારે વિધાર્થીઓ પાસેથી 1000/- રૂપિયા 2019માં લેવામાં આવ્યા હતાં અને આજદિન સુધી ટેબ્લેટ આપવામાં આવ્યું નથી આ યુનિ.ની બેરદકારી છે કે આદિવાસીની ભાવી પેઢીને શિક્ષણથી વંચિત રાખવાનું ષડયંત્ર છે આ બાબતને આદિવાસી ક્યારેય સાંખી ન લેવાઈ એ વાત તંત્રએ ધ્યાનમાં રાખવી જોઈએ.

તેમણે વિદ્યાર્થીઓને સર્મથન આપતાં વધુમાં કહ્યું કે વિધાર્થીઓ પ્રત્યે લાગણી હોઈ એમણે વિદ્યાર્થીઓને સહકાર આપવા આવવા વિંનતી છે આપણા આદિવાસી સમાજના વિદ્યાર્થીઓના હક અને અધિકાર માટે આપણે જ લડવું પડશે.