ધરમપુર: એક બાજુ આપણે ડિઝીટલ ઇન્ડિયાની વાતો કરીએ છીએ ત્યારે આ ડિઝીટલ ઇન્ડિયાના સપનાને સાકાર કરવામાં મહત્વ ભૂમિકા ભજવતા યુવાઓની સમસ્યામાં દિવસે અને દિવસે વધારો થઇ રહ્યો છે આજરોજ ધરમપુર તાલુકામાં વિદ્યાર્થીઓને જાતિ-આવકનો દાખલો કાઢવવા બાબતે પડતી મુશ્કેલીઓને લઈને ધરમપુરના પ્રાંત સાહેબશ્રીને રજૂઆત કરવામાં આવી છે
કલ્પેશ પટેલનું કહેવું છે કે ધરમપુર તાલુકાના અમારા આદિવાસી વિસ્તારના ગરીબ બાળકો જેઓને દાખલો કઢાવવા માટે 25 જેટલાં પુરાવાઓ માંગવામાં આવેલ છે અને મારા ગરીબ આદિવાસી શેર લાવીને શેર ખાવા વાળા છે જેમને આ દાખલો કઢાવવા માટે આશરે 15 દિવસ જેટલો સમય નીકળી જય છે જેથી સરપંચશ્રીઓના ઇલેકશન વખતે જે ઇલેકશન પૂરતું પુરાવાઓ ઓસા કરી તાતકાલિક જાતિના દાખલા કાઢી આપવામાં આવ્યા હતા
તેમણે વધુમાં જણાવ્યું કે તેવી જ રીતે વિધાર્થીઓ ને પણ અભ્યાસ પૂરતા જાતિ નો દાખલો કાઢી આપવા બાબતે પ્રાંત સાહેબશ્રીને રજૂઆત કરવામાં આવી અને પ્રાંત સાહેબશ્રી દ્વારા આ બાબતે અમારી જે રજૂઆત છે એને સરકારમાં મોકલવામાં આવ છે એમ કહ્યું હતું.

