આહવા: દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં પાર-તાપી અને નર્મદા રિવર લિંક પ્રોજેક્ટને લઈને અગલ અલગ તાલુકામાં 9 જેટલી મહારેલીઓ થઇ ચુકી છે અને આજે આહવા ખાતે 10 પાર-તાપી લિંકના વિરોધમાં આદિવાસી સંગઠનો મહારેલી જનસભા કરશે.
પાર-તાપી રિવર લિંક પ્રોજેક્ટનો આટલો વિરોધ જોતા રાજ્યનાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા ગુજરાત ભાજપાનાં અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા આ યોજનાને હાલ પૂરતી સ્થગિત મુકવાની જાહેરાત કરી હતી પણ આદિવાસી સંગઠનો દ્વારા આ યોજના સ્થગિતની જગ્યાએ કાયમી ધોરણે રદ અને તેનું શ્વેતપત્ર બહાર પાડવામાં આવે એવી માંગ કરી રહ્યા છે.
આજે આદિવાસી સંગઠનો પાર-તાપી, નર્મદા લિંક પ્રોજેક્ટ, વેદાંતા ઝીંક પ્રોજેકટ, કેવડિયામાં આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીથી સાપુતારા સુધીનો કોરિડોર ફોર લેન રસ્તો, ટાઈગર અને લેપર્ડ સફારી પાર્કનો પણ વિરોધ કરશે હવે આ મહારેલીનો પડઘો સરકાર પર કેવો પડશે એ જોવું રહ્યું.