ધરમપુર: હાલમાં ધરમપુરના ધામણી ગામ થી ટોકરપાડા ગામ જતા રસ્તાનું કામગીરી ચાલી રહી છે જેમાં ગેરરીતિ લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયા હોવાની ચર્ચાઓ એ ગામમાં વેગ પકડતા સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી જવા પામ્યો છે.

જુઓ વિડીયો..

Decision Newsને મળેલી માહિતી પ્રમાણે ગતવર્ષે ધરમપુર તેમ જ કપરાડાના ધારાસભ્યો દ્વારા આ રસ્તાનું ખાર્ત મૂહર્ત કરવામાં આવ્યું હતું જે હાલમાં ખુબ જ ધીમી ગતિએ અને રસ્તા પર યોગ્ય મટીરીયલ ન વાપરી બનાવી દીધા હોવાના સ્પષ્ટ ચિત્રો સામે આવ્યા છે. પાંચ વર્ષની અવધી આપતો આ રસ્તો બે દિવસ પહેલા બનાવ્યો અને ત્રીજા દિવસે રસ્તો ઉખડી ગયાના દ્રશ્યો તમે જોઈ શકો છો.

નામ ન આપવાની શરતે ગામનો એક જાગૃત યુવા જણાવે છે કે આ બાબતે ધારાસભ્ય અને ઢાકવલ ગામનાં એક આગેવાનો કોલ રેકોડિંગ વાયરલ થયા બાદ માર્ગ અને મકાન વિભાગ ધરમપુરના અધિકારીઓ દોડતા થયા હતા. તેમ છતાં કામમાં કોઈ સુધારો જોવા મળ્યો નથી. અંદાજિત કરોડો રૂપિયાની ફાળવણી થઈ છતાં યોગ્ય કામ થતું નથી. ખોરીપાડા, ધાંકવળ અને મેનધા ગામમાં ખુબજ ગેરરિતીઓ સર્જાયેલી છે. ગામનાં આગેવાનોનાં મોઢા ઉપર ગાંધી છાપ નોટો બાંધી દેતા તેઓ પણ આ મુદ્દાઓ પર ધ્યાન આપવાનું બંધ કરી દીધું છે.