ભિલોડા: ગતરોજ નવનિયુક્ત ભિલોડા પો. ઇન્સ. શ્રી કિરણભાઈ પાડવી વીરપુર ગામની મૂલાકાત લીધી હતી, જેમાં ગામના સરપંચશ્રી, માજી સરપંચશ્રી તેમજ ગામના વડીલ આગેવાનો યુવા વર્ગ બાળકો વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામજનો અને પોલીસ પરિવાર વચ્ચે સુમેળ બની રહે અને સબંધ જળવાઈ રહે તે હતો જે બાબતે આદરણીયશ્રી પો. ઈન્સ. શ્રી કિરણભાઈ પાડવી સાહેબ દ્વારા ૧. આપણા વિસ્તાર માં થતા વધારે પડતાં અક્સ્માત નું નિવારણ ૨. ટ્રાફિક નાં નિયમો ની સમજૂતી ૩. વ્યસનુક્તિ ૪. સ્પર્ધાત્મક પરીક્ષાઓ ની તૈયારી કઈ રીતે કરવી.. વિગેરે બાબતે વિસ્તારપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી
ગ્રામજનોનું કહેવું હતું કે સાહેબ શ્રી દ્વારા ગામજનોને જે સમય ફાળવ્યો અને સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જે બાબતે વીરપુર ગામ વતી સાહેબશ્રીના દિલથી આભાર પ્રગટ કર્યો હતો.

            
		








