ડાંગ: ગુજરાતમાં રાજકીય માહોલ ગરમ થઇ રહ્યો છે ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીના આદેશ મુજબ ડાંગમાં જિલ્લા કોંગ્રેસ સમિતિના દ્વારા આજરોજ ‘લોકશાહી બચાવો” “સંવિધાન બચાવો” ની માંગ સાથે મૌન ધરણાનો કાયૅકમ યોજાયો હતો.

Decision News સાથે વાત કરતા તુષાર કામડી જણાવે છે કે રોજબરોજ અલોકતાંત્રિક ઘટનાઓ જે દેશનું બંધારણ અને વાણી સ્વંત્રતાનાં અધિકારો અને ન્યાય માટે ઉઠતાં આવાજનું ગળું દબાવવાની ઘટના બને છે. કાયદાનું ઉલ્લંઘન કરી બુલડોઝર, ધાર્મિક રમખાણો, હિંસા, બળાત્કાર, હત્યા જેવી ઘટનામાં સામાન્ય ભારતીય નાગરિકને હક મળી રહ્યા નથી અને દેશનાં સોશિત વર્ગો વારંવાર ગેરબંધારણીય ઘટનાનો ભોગ બને છે. માટે “સંવિધાન બચાવો” દેશ બચાવો” નાં ઉદ્દેશ્યથી ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મુખ્ય મથક આહવા ખાતે બાબા સાહેબ આંબેડકરજીનાં પ્રતિમા પાસે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું. શ્રી જીગ્નેશ ભાઈ મેવાની લોકશાહી બચાવવા લોકશાહીનું ગળું દબવનાર અલોકતાંત્રિક રીતે થયેલી ધરપકડ ભાજપ સરકાર પર લોકશાહીનો મંડરાતો ડર છતો કરે છે. આ ભાજપ સરકાર લોકશાહીથી ડરે છે સંવિધાનથી ડરે માટે હિટલર શાહી લાદવામાં તલપાપડ થઇ રહી છે.

આ પ્રદર્શન પ્રસંગે ડાંગ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મોતીલાલ ભાઈ ચૌધરી, સ્નેહલભાઇ ઠાકરે, મુકેશભાઈ પટેલ, સુર્યકાંતભાઈ ગાવીત, મહિલા પ્રમુખ લતાબેન ભોયે, ગીતાબેન પટેલ, રોશની બેન તેમજ ડાંગ જિલા કોંગ્રેસનાં હોદેદારો અને કાર્યકર્તા ઓ ઉપસ્થિત રહ્યા હતા..