ઉચ્છલ: આજરોજ દિવાળી બેન ટૃસ્ટ બારડોલી તથા સ્થાનિક જન પ્રતિનિધિઓ દ્વારા ઉચ્છલ તાલુકાના અંતરિયાળ વિસ્તાર ધરાવતા ગામડાઓમાં ગ્રામજનો દ્વારા આત્મ નિર્ભર ગ્રામ ગરિમા યોજના હેઠળ સાધન સહાય લોકાર્પણનુ આયોજન કરવામાં આવ્યું.

Decision Newsને મળેલી માહિતી મુજબ તાપી જીલ્લાના ઉચ્છલ તાલુકાનાં નારાયણપુર ખાતે દિવાળીબેન ટ્રસ્ટ બારડોલી દ્વારા ઉચ્છલ તાલુકાનાં ૧૬ ગામોમાં આત્મ નિર્ભર ગ્રામ ગરિમા યોજના હેઠળ સાધન સાહાય કરવામાં આવી દિવાળીબેન ટ્રસ્ટ બારડોલી દ્વારા આત્મ નિર્ભર તથા ગ્રામ ગરિમા યોજના હેઠળ સાધન સાહાય માટે ઉચ્છલ તાલુકાનાં  ઉચ્છલ, વડદે, છાપટી, દેવચાનદની, ભીત, હરિપુર, વડપાડા, રાવજીબુદા, કરોડ, સેવટી, કાચલી, આડગામ, મોગરાણ, જામતલાવ, પાટીબનધારા, ગવાણ વગેરે 16 ગામોમાં સાધન સાહાય કરવામાં આવી.

લોકાર્પણના અધ્યક્ષ સ્થાને તાપી જીલ્લા પંચાયતના સભ્ય મસુદાબેન નાઈક લોકાર્પણના પ્રમુખ સ્થાને તાલુકા પંચાયત પ્રમુખ યાકુબભાઈ ગામિત માજી પ્રમુખ સુવાર્તબેન વસાવા ભાવેશભાઈ પટેલ, કો ઓર્ડીનેટર આશિષભાઈ, તુષારભાઈ, પ્રકાશભાઈ, દિનેશભાઈ તથા દરેક ગામના સરપંચો હાજર રહ્યા હતા.