ગુજરાત: હાર્દિક પટેલ કોંગ્રેસનુ દામન ટુક સમયમાં છોડીને જલ્દી ભારતીય જનતા પાર્ટીમાં આવવાની અટકળો જોવા મળી રહી છે ત્યારે હાર્દિક પટેલએ વોટ્સએપ અને ટેલીગ્રામની ડિસ્પ્લે પર લગાવવામાં આવેલા હાર્દિક પટેલ ભગવો ખેસ પહેરેલા જોવા મળેલા નવા ફોટો પરથી આ અંદાજ વધુ મજબૂત બન્યો છે.
હાલમાં હાર્દિક પટેલ હાલ ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ છે પરંતુ છેલ્લા ઘણાં સમયથી તેઓ કોંગ્રેસ નેતૃત્વથી નારાજ છે. તેઓ ઘણી વખત નારાજગી વ્યક્ત કરી ચૂક્યા છે. તેમણે જણાવ્યું છે કે કોંગ્રેસમાં મારી હાલત એવી થઈ ગઈ છે કે જેમ નવા દુલ્હાની નસબંધી કરાવી દીધી હોય. અહીં તેઓ કહેવા ઈચ્છી રહ્યા હતા કે તેમની પાસે પાર્ટીમાં નિર્ણય લેવાનો કોઈ પાવર નથી.
હાર્દિક પટેલે કહ્યુ હતુ કે તેમની નારાજગી રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અથવા સોનિયા ગાંધી સાથે નથી, પરંતુ સ્ટેટ લીડરશિપથી છે.

