નવીન: વિશ્વના દિગ્ગજ ક્રિકેટર સચિન તેંદુલકરનો 49મો જન્મદિવસ છે હાલમાં જ તેઓ રાજ્યસભાના સાંસદ પદેથી તેઓ રિટાયર થઈ ગયા છે ત્યારે તેમણે પોતાને સાંસદ તરીકે મળેલી પોતાની પૂરેપૂરી સેલેરી પ્રાઇમ મિનિસ્ટર્સ રીલિફ ફંડમાં આપી દીધી હતી.
સદનમાં પોતાનો કાર્યકાળ પૂરો કરનારા સચિનને 6 વર્ષોમાં સેલેરીના રૂપમાં લગભગ 90 લાખ રૂપિયા અને અન્ય માસિક ભથ્થા મળ્યા હતા. પ્રાઇમ મિનિસ્ટર્સ રીલિફ ફંડમાં રૂપિયા જમા કરાવ્યા બાદ પ્રધાનમંત્રી કાર્યાલય તરફથી પણ આભાર પત્ર જાહેર કરવામાં આવ્યો હતો, જેમાં લખવામાં આવ્યું હતું કે, પ્રધાનમંત્રીએ આ સહૃદયતા માટે આભાર. આ યોગદાન સંકટગ્રસ્ત લોકોની સહાયતા માટે ખૂબ મદદરૂપ સાબિત થશે.
તેમના કાર્યાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર તેમણે દેશભરમાં 185 પરિયોજનાઓને મંજૂરી આપી છે અને તેમને ફાળવાયેલા 30 કરોડ રૂપિયામાંથી 7.4 કરોડ રૂપિયા શિક્ષણ અને ઢાંચાગત વિકાસમાં ખર્ચ કરવાનો દાવો કર્યો છે. સાંસદ આદર્શ ગ્રામ યોજના કાર્યક્રમ અંતર્ગત સચિને બે ગામને પણ દત્તક લીધા છે, જેમાં આંધ્ર પ્રદેશનું પુત્તમ રાજુ કેન્દ્રિગા અને મહારાષ્ટ્રનું દોંજા ગામ શામેલ છે.











