ધરમપુર: ગ્રામ એકમોને વધુ સુસજ્જ અને આત્મનિર્ભર બનાવવા બારડોલી સ્થિત દિવાળીબેન 2018થી પહેલ આદરી છે. દ, ગુજરાતના ૭ જિલ્લાના ૪૩૬ ગામોમાં સર્વાંગી વિકાસની યાત્રા, ગ્રામોદરા નામના પ્રોજેક્ટ દ્વારા શરૂ કરવામાં આવી છે. ત્યારે આ સંબધિત કાર્યક્રમ આજે ધરમપુરની બારોલીયા પ્રાથમિક શાળામાં યોજાયો હતો.

Decision Newsને મળેલી માહિતી મુજબ કલ્યાણમયી પ્રવૃત્તિનો શુભારંભ કરતાં આત્મનિર્ભર ગ્રામ સર્જનમાં દૈનિક પ્રસંગોમાં સામુદાયિક રીતે જરૂર પડતી સાધન સામગ્રી હાથવગી હોય તો પરતંત્રતા અને લાચારી ઘટે. ગ્રામસભા, ગણેશ ઉત્સવ, શાળા પ્રવેશોત્સવ, નવરાત્રિ કે અન્ય કોઈ શુભ પ્રસંગોમાં સભા, બેઠક કે અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમો માટે ખુરશી, મંચ, માઇક-સાઉન્ડ, સોફા, મંડપ, રસોઈ માટેના સાધનો, પાણીની મોટર-સ્ટાર્ટર આદિની સામગ્રી જો ગામની જ માલિકીના હોય તો ભાડા ખર્ચ અને નકામી દોડાદોડ બચે. આ કાયમી મુશ્કેલીને નિવારવા દિવાળીબેન ટ્રસ્ટ દ્વારા ગ્રામ ગરિમા પ્રકલ્પ અંતર્ગત આત્મનિર્ભર ગ્રામ બનવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.

દિવાળીબેન ટ્રસ્ટ બારડોલી દ્વારા આત્મનિર્ભર ગ્રામ સર્જન તથા ગ્રામ ગરિમા યોજના હેઠળ સાધન સહાય ધરમપુર તાલુકાના 12 અંતરિયાળ ગામોમાં ધરમપુરના પાનવા, ચિચોઝર, કાંગવી, તિસ્કરી તલાટ, ખાંડા, ચીકાડી, બોપી, મામાભાચા, મુરદડ, સોનદર, આવલખંડી, વાઘવળ જેવા ગામોમાં સાધન સહાય કરવામા આવ્યું. આ પ્રસંગે ધરમપુર તાલુકા પંચાયત પ્રમુખશ્રી રમીલાબેન ગાંવિત, બારોલીયા પૂર્વ સરપંચશ્રી ગણેશભાઈ બિરારી, તાલુકા સંગઠન મંત્રી સતિષભાઈ ચૌધરી, ટ્રસ્ટના મેનેજરશ્રી ભાવેશભાઈ, અમરભાઇ, સંયોજક મિત્રો વિમલભાઈ, ભુપેન્દ્રભાઈ, યોગેશભાઈ અને દરેક ગામમાં સરપંચશ્રીઓ અને ગામોના જરૂરિયાત મંદ લાભાર્થીઓ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.