ચીખલી: આજરોજ તાલુકાના ઘેજ ગામના સરપંચશ્રી સાથે ઘેજ ગામનું GEB નું ડિવિઝન ખેરગામ ખાતે રાખવા બાબતે નાયબ કાર્યપાલક ઈજનેરશ્રી દક્ષિણ ગુજરાત, ખેરગામ વિભાગને આશરે 500 થી વધારે ગામના લોકોની સહી સાથે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.

જુઓ વિડીયો..

Decision Newsને મળેલી માહિતી મુજબ આ પ્રસંગે ડૉ. નીરવભાઈ ચીતુંબાનો છાંયડો હોસ્પિટલ ખેરગામના સંચાલક, ધરમપુર તાલુકા પંચાયત આદીવાસી અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલ ઘેજ ગામના સરપંચશ્રી ગામ ના આગેવાનો ગામના આદિવાસી સમાજ ના હિતેચ્છુ રાકેશભાઈ,પ્રિન્ટેશ પટેલ વાડ, હિરેન પટેલ પીઠા હાજર રહ્યા હતા અને સભામાં ઉપસ્થિત લોકોને 26/04/2022ના દિને પાર તાપી રિવર લીંક યોજના ના વિરુદ્ધ માં ચીખલી ખાતે મહારેલીનું આયોજન કરવામાં આવેલ છે ત્યાં આવવા માટે તમામ ને આહવાહન કરવામાં આવ્યું.