વ્યારા: આદિવાસી સમાજના યુવાનો હવે પોતાની મૂળ સંસ્કૃતિ અને પરંપરા તરફ પાછા વળી રહ્યા હોય તેમ વ્યારામાં રેહતા ડોકટર ગ્રીષ્માબેન વિજય ભાઈ વંજારિયાના લગન રાનવેરી (ચીખલી) ના વિવેક મનુભાઈ પટેલ સાથે અસલ આદિવાસી રિવાજો પ્રમાણે પ્રકૃતિની પૂજા સાથે કર્યાની ઘટનાએ લોકોમાં કુહુતલ મચાવ્યું છે.
Decision Newsને મળેલી માહિતી મુજબ આ લગ્નના શુભ પ્રસંગને બિપિન ભાઈ ચૌધરી (વ્યારા), ધર્મેશ ભાઈ પટેલ (રાનવેરી) અને કુંજનભાઈ ઘોડિયાએ અસલ વિધિ સાથે પુરા પાડયા હતા. આદિવાસી અસલ લગ્ન પ્રસંગમાં કુહુતલની વાત કરવામાં આવે તો કન્યાને વરના બદલે એની સાસુએ મંગળસૂત્રના બદલે કાળી ગાંઠી પહેરાવી. આ ઉપરાંત પહેલાના સમયમાં વર વહુના માથા ઠોકીને લગન થતા અને લગનના ફેરા પણ નહોતા ફરતા પરંતુ વડીલોની ઈચ્છાને માન આપી 4 ફેરા પ્રકૃતિની દિશામાં ફરીને આ જોડાએ બધાને ખુશ રાખવાના કસમ ખાધા હતા એ છે એમ કહી શકાય.
હાલમાં આદિવાસી સમાજના ભણેલા યુવાનો દ્વારા આ જે પ્રયાસ પોતાના આદિવાસી સમાજની વિસરાતી જતી સંસ્કૃતિ અને પરંપરાગત રીતરિવાજોની વારસાગત મૂડી ટકાવી રાખવા અને નવી પીઢીને નવી રાહ ચીંધશે એ નક્કી છે અને આવનારી આદિવાસી યુવા પેઢીએ સહર્ષ આ પ્રથાને સ્વીકાશે.