વાંસદા: સ્વાદિષ્ટ હોવાની સાથે-સાથે સરગવો સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક પણ છે તેને આપણે સરગવા સિવાય મોરિંગા, સહજાના, સુજાના, મુંગા વગેરે જેવા ઘણા નામોથી ઓળખીએ છીએ સરગવોની જેમ તેના પાંદડાને પણ સ્વાસ્થ્ય માટે કોઈ સોનાથી ઓછા નહિ આંકી શકીએ
નિષ્ણાતોના કહેવા અનુસાર સરગવો એન્ટીઓક્સીડેન્ટ, ક્લોરોફીલ, વિટામીન સી, પ્રોટીન, કેલ્શિયમ જેવા ઘણા પોષક તત્વો હોય છે, જે ઘણા રોગો માટે પણ ખૂબ ફાયદાકારક છે, જેમ કે ડાયાબિટીસ, કેન્સર, હાઈ બ્લડ પ્રેશર, હૃદય રોગ, આંખના રોગ, સંધિવા વગેરે.
જો તમે પણ ડાયાબિટીસ, કેન્સર, હાઈ બ્લડ પ્રેશર જેવી બીમારીઓથી પીડિત છો અને તેનાથી છુટકારો મેળવવા માંગતા હોવ તો તમે સરગવાના પાનનું સેવન કરી શકો છો. અને તેમાં પોટેશિયમ વધુ, એન્ટીઓક્સીડેન્ટ, ઝિંક, વિટામિન સી તથા ફાઈબર જેવા ઘણા પોષક તત્વો હોવાથી તે હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે, કેન્સરના દર્દીઓ માટે પાચનતંત્રને મજબૂત આશીર્વાદ સમાન છે.
આ સૂચનો માત્ર સામાન્ય માહિતીના હેતુ માટે છે. કોઈ પણ રોગ માટે ડૉક્ટરની સલાહ લેવી Decision News આ માહિતીની પુષ્ટિ કરતુ નથી.