ખેરગામ: આજરોજ વિશ્વરત્ન અને મહામાનવ ડો.ભીમરાવ આંબેડકરજીની 131 અને મહાત્મા જ્યોતિબા ફૂલેજીની 11/4 ના રોજ 195 મી જન્મજયંતિ નિમિતે પીઠા ગામના RMSના રાષ્ટ્રીય પ્રમુખ શ્રી આર. આર. પટેલજીના નિવાસ સ્થાનેથી મોટી સંખ્યામાં ગ્રામજનોની હાજરીમા આંબેડકરજીની જય જયકાર કરીને પીઠા ફાટકથી થઈને ભારતના સૌપ્રથમ ક્રાંતિવીર બિરસા મુંડાજીને ફુલહાર કરી ભીમરાવ આંબેડકર સર્કલ સુધી બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું. જુઓ વિડીયો..

Decision Newsને મળેલી જાણકારી પ્રમાણે આ રેલીમાં મહારૂઢિ ગ્રામના અધ્યક્ષ શ્રી રમેશભાઈ પટેલ, વાડ રૂઢિગ્રામ અઘ્યક્ષ શ્રી ઉમેશભાઈ, ઉપાધ્યક્ષ મિન્ટેશભાઈ, કીર્તિભાઇ, હિરેનભાઈ, રામદેવભાઈ, હંસાબેન, મુકેશભાઈ આર્મી, જયેશભાઇ DO વિભાબેન પટેલ તાલુકા સભ્ય, ખેરગામ, માજીસરપંચ અનિલભાઈ, દલપતભાઈ, સાર્ગેશભાઈ, કાર્તિકભાઈ સહિતનાઓ અનેક લોકો મોટી સંખ્યામાં જોડાયા હતાં.

આ પ્રસંગે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન, વલસાડના પ્રમુખ અને યુવા સામાજિક આગેવાન ડો. નિરવ ભુલાભાઇ પટેલે તમામને આંબેડકરવાદને જીવનમાં ઉતારવાની પ્રતિજ્ઞા લેવડાવી હતી,અને બઁધારણનો વ્યવસ્થિત અભ્યાસ કરી કાયદાના તજજ્ઞ થઇ સંગઠન વધારે મજબૂત બનાવવા હાકલ કરી હતી.