વાંસદા: ગતરોજ વાંસદાના બાયફ સંસ્થાના લાછકડી કેમ્પસ ખાતે L&T public charitable trust અને CHETANA સંસ્થાના સંયુક્ત ઉપક્રમે ” મોબાઇલ મેડિકલ યુનિટ” ( ફરતું દવાખાનું ) પ્રોજેકટનો ઉદ્ધાટન સમારોહ યોજવામાં આવ્યો હતો.
Decision Newsને મળેલી માહિતી મુજબ BAIF લાછકડી કેમ્પસ ખાતે મોબાઈલ મેડિકલ યુનિટ (ફરતું દવાખાનું) પ્રોજેક્ટનો ઉદ્ધઘાટન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રોજેકટ થકી વાંસદા તાલુકા અંતરિયાળ ગામોમાં આરોગ્યની લાગતી પ્રાથમિક સારવાર, લોકોમાં બીમારીઓ અંગેની આરોગ્ય જાગૃતિ અને ગંભીર બીમારીઓના લક્ષણો ધરાવતા લોકોને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે.
આ કાર્યક્રમના મુખ્ય મહેમાન L&T એ.એમ. નાઈક હેવી એન્જિનિયરિંગ કોમ્પ્લેક્ષ હજીરા સુરતના વાઇસ પ્રેસિટેન્ટ અને ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર શ્રી અતિક દેસાઈ હતા. આ કાર્યક્રમમાં ઊપસ્થિત મહેમાનો LTPCT મુંબઈના ઓપરેશન હેડ શ્રીમતી ગાયત્રી ઓલેટી, ચેતના સંસ્થા અમદાવાદના ડાયરેક્ટર ડો. પલ્લવી પટેલ , વાંસદા તાલુકા હેલ્થ ઓફીસ થી ડો. મેહુલ રાણા , નવસારી ICDS ઓફીસ થી શ્રીમતી રંજનબેન, શ્રીમતી લાલીતાબેન, શ્રીમતી વિમલાબેન, નિરાલી હોસ્પિટલના ડોકટરો, BAIF, L&T, CHETANA સંસ્થાના કાર્યકરો તેમજ જિલ્લા પંચાયત સભ્ય શ્રીમતી અંબાબેન, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી શાંતુભાઈ ગાવીત, તાલુકા પંચાયતના સભ્ય શ્રી પરશુભાઈ તેમજ વાંસદા તાલુકાના સરપંચશ્રીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.











