ડાંગ: ગુજરાતમાં સ્કૂલોનું ખાનગીકરણ થવાનો સિલસિલો હવે આદિવાસી વિસ્તારોમાં પણ પોહચી ચુક્યો છે ત્યારે આજરોજ ચીખલી ગામની માધ્યમિક શાળા ખાતે ગ્રામજનો સાથે કોંગ્રેસના યુવા નેતા સંતોષ ભુસારાએ શાળાના ખાનગીકરણ કોઈપણને વિશ્વાસમાં લીધા વગર કરી દેવાના સંદર્ભમાં ચર્ચા વિચારણ કરવામાં કરી હતી

Decision Newsને મળેલી માહિતી પ્રમાણે ડાંગના ચીખલી ગામમાં આવેલી માધ્યમિક શાળાને સરકાર દ્વારા ખાનગીકરણ કરી દેવામાં આવી છે આ કાર્ય કોઈપણ ગ્રામજનોને વિશ્વાસમાં લીધા વગર થયું છે જેને લઈને ગામમાં વિરોધનું વંટોળ ઉભું થયું છે અને આ કાર્યને લઈને ટુંક સમયમાં જ વાલીઓ અને ગ્રામજનોને સાથે લઈને આવેદનપત્ર આપવામાં આવશે અને જો આ મામલામાં ગ્રામજનોની માંગ સંતોષાય તો આંદોલનના રસ્તે પણ જવાની તૈયારી છે.

યુવા નેતા સંતોષ ભુસારા જણાવે છે કે સરકાર દ્વારા ગ્રામજનોને વિશ્વાસમાં લીધા વગર સ્કૂલનું ખાનગીકરણ કરવાના કાર્યને હું વખોડું ચુ આવા પ્રકારના કાર્યને હવે આદિવાસી વિસ્તારોમાં ક્યારે અમે સાંખી ન લઈએ અમે અમારા લોકોને સાથ આપી આ કાર્યનો સખત વિરોધ કરીશું.