ગુજરાતમાં સૌ પ્રથમવાર સુપ્રીમ કોર્ટ સહિત રાજ્યની અલગ અલગ હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અને ન્યાયાધીશોની બે દિવસીય કોન્ફરન્સ યોજાશે. દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તથા સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ એન.વી રમણાંની અધ્યક્ષતામાં યોજાનાર આ કોન્ફરન્સમાં ન્યાયપાલિકાને લગતા અલગ-અલગ વિષયો લઈને ચર્ચા વિમર્શ કરવામાં આવશે.
નર્મદાના સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે નર્મદા ટેન્ટ સીટી ખાતે દેશની મોટી મોટી રાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન થતું હોય છે ત્યારે આગામી 9 અને 10 એપ્રિલ એમ બે દિવસ સુધી સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સહિત વિવિધ હાઇકોર્ટના ન્યાયધીશોની એક મહત્વની કોંફરન્સ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાવા જઇ રહી છે. યોજાનારા કોન્ફરન્સમાં મુખ્યત્વે મેડિટેશન એટલે કે વિવિધ પ્રકારના કિસ્સામાં બંને પક્ષો વચ્ચે કાયદાકીય લડત વિના કોર્ટના મધ્યસ્થી કરણ થકી નિકાલ લાવવા અંગેના વિષય પર ચર્ચા થશે.
ગુજરાત સરકાર અને ગુજરાત હાઇકોર્ટના સંયુક્ત ઉપક્રમે નર્મદા કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ઉપરાંત અલગ અલગ રાજ્યની હાઇકોર્ટના ચીફ જસ્ટિસ તથા અન્ય જજોની હાજરીમાં બે દિવસીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવી રહ્યું છે આ કોન્ફરન્સમાં રાજ્ય સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કેન્દ્રીય કાયદામંત્રી કિરણ રિજ્જુ ઉપરાંત રાજ્ય સરકારના કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી પણ હાજર રહેશે જે માટે ની સુરક્ષાઓ ને ધ્યાનમાં રાખી NSG કમાન્ડો અને સુરક્ષા દળો દ્વાર હેલિકોપટર થી આકાશી સુરક્ષણનો સર્વે કર્યો હેલિપેડ નું પણ નિરીક્ષણ કર્યું હતું.
આજે 8 તારીખ થી સુરક્ષા દળો તમામ પોઈન્ટ પર ગોઠવાઈ જશે. આ સાથે સાંજે દેશના વિવિધ રાજ્યોના ચીફ જસ્ટિસો અને સુપ્રીમ કોર્ટના જસ્ટિસો પણ આવવાના ચાલુ થશે. 9 મી એપ્રિલે સવારે રાષ્ટ્રપતિની હાજરી માં કોન્ફરન્સનો પ્રારંભ થશે











