ધરમપુર: આજરોજ ધરમપુરના નડગધરી ગામના દિનેશ ભોયા જે અસ્તોલ યોજના અંતર્ગત કપરાડાના મેણધા ગામમાં પાઈપલાઈનનું કામ કરે રહ્યા હતા ત્યારે રસ્તો વચ્ચે આવતા તેમણે ગ્રામજનો અને સ્થાનિક સરપંચને આ બાબતે પૂછ્યું હતું ત્યારે તેમના કહેવા અનુસાર તેઓ રસ્તો ખોદવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે ધરમપુરના નાયબ કાર્યપાલક કે કે પટેલનો તેમના પર ફોન આવ્યો અને આ અધિકારી તેમની સાથે ગાળો આપીને જ વાત કરવા લાગ્યા અને દિનેશભાઈને FIR નોંધાવાની અને 80 રૂપિયાનો દંડ ફટકારવાની વાતો કરી. હજુ તો દિનેશભાઈ રસ્તો ખોદવાનું કામ ચાલુ પણ કર્યું ન હતું ત્યાં અધિકારીનું આવું વર્તન જોઈ તેમને આદિવાસી આગેવાનોને આ વિષે વાત કરી અને આદિવાસી લોકો અને આગેવાનોએ સૌએ ભેગા મળી આ અધિકારીનો હુર્યો બોલાવ્યો હતો જુઓ આ ઘટના દ્રશ્યો ચિત્રોમાં..

આ ઘટનામાં ધરમપુરના નાયબ કાર્યપાલક કે કે પટેલ વિરુદ્ધ જાતી વિષયક ટીપ્પણી કરવા માટે અને ધમકી આપવાને લઈને પોલીસ અને મામલતદારને એટ્રોસિટીનો ગુનો નોંધવા આવેદનપત્ર આપ્યું છે.