ગુજરાત: હાલમાં જ ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે મંગળવારે જણાવ્યું હતું કે ભાજપએ ગરીબ અને કુપોષિત બાળકો માટે ખાસ પ્રકારની એનર્જી બૂસ્ટર ચોકલેટ બનાવી છે. આ દરમિયાન તેમણે કહ્યું કે આ ચોકલેટ કુપોષિત બાળકો માટે બનાવવામાં આવી છે.

મીડિયામાં પ્રકાશિત અહેવાલ અનુસાર મંગળવારે સંસદીય દળની બેઠક પહેલા આ નમૂનાઓ સાંસદોને આપવામાં આવ્યા હતા. જો કે, અહેવાલો અનુસાર, ચોકલેટના રેપરમાં બીજેપી પ્રિન્ટ છે. આ સાથે કમળના ચિન્હ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર પણ લગાવવામાં આવી છે.વાસ્તવમાં, પાર્ટીએ ભાજપના સાંસદો અને પદાધિકારીઓ માટે એક ખાસ કિટ તૈયાર કરી છે. તેમાં પાર્ટી ટોપી અને પૌષ્ટિક ચોકલેટ છે.

આ વિશેષ કીટમાં પોષણ શક્તિ વધારવા અને કુપોષણને દૂર કરવા માટે ચોકલેટ સાથે પક્ષના ચૂંટણી પ્રતીક કમળના ચિહ્નવાળી 5 નવી કેપ્સનો સમૂહ સામેલ કરાયું છે.