કપરાડા: વર્તમાન સમયમાં ગુજરાત રાજ્યમાં આવેલી રહેલી વિધાનસભાની ચુંટણીને ધ્યાનમાં રાખી તમામ પક્ષો જયારે પ્રજાને પ્રિય બનવા કોશિશ કરી રહ્યા છે ત્યારે આજરોજ આમ આદમી પાર્ટી દ્વારા નાનાપોંઢા થી સુથારપાડા સુધી તિરંગા યાત્રાનું યોજવામાં આવી હતી
જુઓ વિડીયો..
Decision Newsને મળેલી માહિતી મુજબ નાનાપોંઢા થી શરુ થઈને સુથારપાડા સુધીની તિરંગા યાત્રા વલસાડ જિલ્લા પ્રમુખ ધરમપુર તાલુકા પ્રમુખ અને કપરાડા તાલુકાના આપના કાર્યકરો ખુબ મોટી સંખ્યામાં જોડાયા હતા. આ યાત્રામાં સત્તામાં રહેલી ભાજપ અને કોંગ્રેસ પર નારાબાજી કરી પ્રજાને કેવી રીતે છેતરવામાં આવે છે તેના વિષે લોક જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરાયો હતો
હાલમાં જ બે રાજ્યમાં આમ આદમી પાર્ટી સત્તા પર આવ્યાની સાથે જ તેમને ગુજરાતમાં ચુંટણી લડવાની જાહેરાત કરી દીધી છે જેના ભાગ રૂપે તેમના દ્વારા આ તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી આ તિરંગા યાત્રા આપ પાર્ટી મજબૂતાઈ મળશે એ નક્કી છે

