આહવા: ગુજરાતના ભાવી કરોડરજ્જુ સમાન બાળકો માટે સરકાર ઘણી યોજનાઓનું અમલીકરણ કરી તેમના માનશીક અને શારીરિક વિકાસ માટે પ્રયત્નશીલ છે ત્યારે આહવાના કામદ ગામમાં ભૂલકાઓ ભવિષ્ય સાથે પણ ખિલવાડ કર્યાની ઘટના પ્રકાશમાં આવી છે.

જુઓ વિડીયો..

Decision Newsએ સ્થળ પર લીધેલ મુલાકાત મુજબ આહવા તાલુકાના કામદ ગામની આંગણવાડી હાલમાં બિસ્માર હાલતમાં જોવા મળી રહી છે આ બાબતે Decision Newsએ ગ્રામજનોને પૂછતા તેઓ જણાવે છે કે વિતેલા 2021 વર્ષના મેં મહિનામાં આવેલા તૌકતે વાવાઝોડા દરમિયાન આ આંગણવાડી ઉપરના પતરા ઉડી ગયા અને તેની હાલત બત્તર થઇ હતી. જેની આહવાનું વહીવટીતંત્ર હજુ પણ સમારકામ કરી શક્યું નથી બિચારા આદિવાસી નાના બાળકો કામદ ગામની પ્રાથમિક શાળા ઓટલે પોતાની પ્રવૃત્તિ કરવા મજબુર બન્યા છે.

ડાંગ જીલ્લામાં  ગોકળ ગાય ની ગતિની જેમ કામ કરતું ડાંગનું આ વહીવટીતંત્રનું તો શું કેહવું..! આદિવાસીઓના ભાવી પેઢી સાથે ખિલવાડ કરતા આવા ભ્રષ્ટાચારી અધિકારીઓને તંત્ર ક્યારે સજા આપશે. હાલમાં ઉનાળાની શરૂવાત થઇ ગઈ છે ત્યારે બાળકો ગરમી કેવી રીતે સહન કરશે એ તો ચિતા ઉપજાવનારો પ્રશ્ન છે. આંગણવાડીના સમારકામના રૂપિયાથી પોતાનું પેટ મોટું કરનારા આ અધિકારીઓને માસુમ બાળકોની હાય લાગશે એ તો નક્કી છે.