નવસારી: કોરોના મહામારીના કારણે બે વર્ષ બાદ બોર્ડની ઓફલાઈ પરીક્ષા 28 માર્ચથી ધોરણ-10 અને 12ની પરીક્ષાનો નવસારીમાં થનારા આરંભને લઈને તંત્રએ તૈયારી શરુ કરી દીધી છે નવસારી જિલ્લા શિક્ષણ અધિકારી ડો.રાજેશ્રી ટંડેલ દ્વારા શાળાઓની મુલાકાત લેવામાં આવી હતી.

Decision Newsને મળેલી માહિતી મુજબ નવસારી જિલ્લામાં ધોરણ-10ના 21,134 વિદ્યાર્થીઓ નોંધાયા છે. તેઓ 49 કેન્દ્રોમાં પરીક્ષા આપશે. જ્યારે ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહમાં 5199 વિદ્યાર્થીઓ 28 કેન્દ્રમાં અને સામાન્ય પ્રવાહમાં 8242 છાત્રો 19 કેન્દ્રોમાં જઈ પરીક્ષા થશે હાલમાં  શાળાઓમાં વિદ્યાર્થીઓને હોલ ટિકિટ પણ આપી દેવામાં આવી છે.

પ્રથમ વખત બોર્ડની પરીક્ષા આપનારા છાત્રોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે જયારે નવસારી જિલ્લાના મોટાભાગના વાલીઓમાં સંતાનના ભવિષ્યને લઈ અગત્યની ગણાતી બોર્ડની પરીક્ષાના કારણે થોડું ટેન્શનમાં દેખાય રહ્યા છે