ઉમરપાડા: ‘યુવાન જો સારા કર્મ કરે તે એ સારા ફળ પામે’ એ નક્કી છે આ જ વાક્ય લાગુ પડે છે ઉમરપાડા તાલુકાના ગુલીઉમર ગામના વિજય વસાવાને જેમને ગતરોજ “વોઇસ ઓફ યુથ” એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યાં હતા જેને લઈને ગામમાં ખુશીનો માહોલ છે.
Decision Newsને મળેલી માહિતી પ્રમાણે નેહરૂ યુવા કેન્દ્ર,સુરત યુવા કાર્યક્રમ અને ખેલમંત્રાલય ભારત સરકાર દ્રારા ૨૦૨૧-૨૨ વર્ષના ગ્રામ્ય કક્ષાના છેવાડે આવેલા લોકો સુઘી સરકારશ્રી ની યોજના અને યુવાઓને સતત જાગૃતિ તરફ અને બ્લડ ડોનેટ સેતુ ગૃપની રચના કરીને માઘ્યમથી દક્ષિણ ગુજરાતના છેવાડે આવેલ તમામ ટ્રાયૅબલ વિસ્તારમાં ૧૦૦૦ થી વધુ લોકોને નિઃસ્વાર્થભાવે ગૃપ કાર્ય કરી છે અને હાલ લાઇવ બ્લડ ડોનેટનું કાર્ય કરી રહ્યા છે, સાથે કોરોનાના સમયગાળામા કોરોના વોરીયર્સ તરીકે તન મન ધન થી સેવામાં જોડાયા.
જેમાં 30 થી વધુ અલગ અલગ જગ્યાએ ઉકાળા વિતરન કેન્દ્ર બનાવીને અને કોરોના કાળમાં ૧૦૦૦ થી વધુ લોકોને વેક્સિન કરાવ્યું સમસ્ત એક્શન યુવા તમામ સભ્યો જોડાયેલા તે બદલ એક્શન યુવા ગૃપ પ્રમુખ તરીકે અને જિલ્લા યુવા કાર્યક્રમ સલાહ સમિતિના સદસ્ય તરીકે સરાહનીય કાર્ય કરવા બદલ “વોઇસ ઓફ યુથ” એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા.

