કપરાડા: ગતરોજરોજ કપરાડા તાલુકાના ટુકવાડા ગામે વલસાડ જિલ્લા કોંગ્રેસના મહામંત્રી વસંતભાઈ બી. પટેલના અધ્યક્ષપણા હેઠળ બિરસા મુંડા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટા પ્રમાણમાં રમતવીરોએ પોતાની તી સાથે ભાગ લીધો હતો.

Decision News ને મળેલી માહિતી મુજબ કપરાડા તાલુકાના ટુકવાડા ગામે બિરસા મુંડા ક્રિકેટ ટુર્નામેન્ટનું જે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કપરાડા તાલુકાના યુવા અને ક્રિકેટના રમતવીરો ભાગ લેવા પોતાની ટીમ સાથે પોતાની હાજરી નોધાવી હતી ત્યારે વસંતભાઈ બી. પટેલ દ્વારા તેમને રમતગમતના ક્ષેત્રમાં ખુબ આગળ વધવા માટે આહ્વાહન કરાયું હતું અને હંમેશા પોતાનો સાથ  મળી રેહશે તેની ખાતરી આપી હતી.

આ પ્રસંગે વલસાડ જિલ્લા કોંગ્રેસના મહામંત્રી વસંતભાઈ બી. પટેલ, વલસાડ જિલ્લા યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ રવિભાઈ પટેલ, 181 કપરાડા વિધાનસભા યુથ કોંગ્રેસના પ્રમુખ ડો. મહેશ પટેલ, તેમજ કપરાડા તાલુકા યુથ કોંગ્રેસના પ્રમુખ મનુભાઈ જાદવ, કપરાડા તાલુકા યુથ કોંગ્રેસના ઉપ પ્રમુખ અશ્વિનભાઈ ભવાર ,કપરાડા તાલુકા સોશિયલ મીડિયાના ઇન્ચાર્જ મહેશભાઈ ખેતરી, કપરાડા તાલુકા યુથ કોંગ્રેસના મંત્રી અલ્કેશભાઇ તેમજ સોમભાઈ અને ટુકવાડા ગામના ક્રિકેટ પ્રેમી ભાઈઓ ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.