વાંસદા: વનસેવા મહા વિધાલય BRS કોલેજ બીલપુડી ધરમપુરના પ્રથમ વર્ષના વિધાર્થીઓનો વાંસદાના ચોંઢાં ગામમાં 08 માર્ચથી 15 2022 એટલે કે એક અઠવાડિયાની NSS શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિધાર્થીઓની સાથે અધ્યાપક અને કોલેજના આચાર્યશ્રી પણ જોડાયા હતા.

આ NSS કેમ્પમાં 70 જેટલાં વિધાર્થીઓએ ભાગ લીધો હતો અને એમના દ્વારા ગામની ગ્રામપંચાયત, પ્રાથમિકશાળા, દૂધ ડેરી, મંદિર, આંગણવાડી, અંધજન આશ્રમશાળા તેમજ હાટ બજારના સ્થળ પર સ્વચ્છતા માટે શ્રમદાન કર્યું હતું આ ઉપરાંત વિવિધ શ્રેષ્ઠ વક્તાઓ દ્વારા વ્યાખ્યાઓ મહેંદી સ્પર્ધા હેર સ્ટાઈલ પ્રાકૃતિક ખેતી ના વિષય પર રંગોળી સ્પર્ધા ગામમાં આવેલ અંધજન આશ્રમશાળાની મુલાકાત મચ્છી ઉદ્યોગ, મરઘા ઉછેર ઉદ્યોગની મુલાકાત ખેડૂત સહકારી મંડળીની મિટિંગમાં ભાગ યોગ કસરત સાંસ્કૃતિક કાર્યક્રમો વગેરે જેવી વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી .

આ કેમ્પ દરમિયાન વિશેષ પ્રવૃત્તિમાં વિદ્યાર્થીઓ ગ્રામ સર્વ દરમિયાન લગભગ 150 જેટલા કુટુંબોને મળી પ્રાકૃતિક ખેતી અંગે સમજ આપી હતી. 10 માર્ચના રોજ ચોંડા ગામના લગભગ ૧૫ જેટલા ખેડૂતો અને BRS ના 70 જેટલા વિદ્યાર્થીઓ એ ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરી ગાંધીનગરના અધિક્ષક શ્રી બીજે પટેલ દ્વારા પ્રાકૃતિક ખેતી, ગો આધારિત ખેતી અંગે પ્રત્યક્ષ તાલીમ આપવામાં આવી હતી આ સમગ્ર કેમ્પ દરમિયાન ચોંઢા ગામના સરપંચ પ્રાથમિક શાળાના કર્મચારીઓ અને ગામના આગેવાનો સંપૂર્ણ સહકાર મળ્યો હતો