વઘઈ: હોળીના તહેવારમાં વઘઈની બોર્ડરે આવેલ માલુંગા નાકા પર ‘ચા કરતાં કીટલી ગરમ’ ને સાર્થક ઠેહરાવાતો હોય એમ એક હોમગાર્ડ દ્વારા દાદાગીરી કરી પોતાની જીપ ચલાવી પેટયું રળતા જીપ ચાલકને ધમકાવી તેના પર રૂપિયા પડવાનો કિસ્સો બહાર આવ્યો છે
Decision Newsને ઘટના સ્થળ પર જીપ ચાલકની લીધેલી મુલાકાતમાં જાણવા મળ્યું છે કે ડાંગની બોર્ડર પર આવેલ માલુંગા નાકા પર વાહન ચાલકો પાસે ત્યાં રહેતા હોમગાર્ડ દ્વારા દાદાગીરી સાથે રૂપિયા એઠવામાં આવતા હોય છે. આમ તો અહીં વાહન ચાલકોને લુંટવાના ઘણા કિસ્સા થયા હશે પણ Decision News ત્યાં પોહચ્યું ત્યારે એક જીપ ચાલકએ તેનું આપવીતી જણાવતા કહ્યું કે હું માલુંગા નાકા પરથપ પસાર થઇ રહ્યો હતો ત્યારે ત્યાં રહેતાં એક હોમગાર્ડ દ્વારા મને ઉભો રાખવામાં આવ્યો અને મારા પર રૂપિયાની માંગણી કરવામાં આવી. પણ મેં રૂપિયા આપવાની ના પાડતા હોમગાર્ડ દ્વારા મારા જીપ પર પોતાના ડંડા દ્વારા હુમલો કરવામ આવ્યો અને મારા જીપનો કાચ તોડી નાખવામાં આવ્યો.. જુઓ વિડીયો… જીપ ચાલકનો..
આ ઘટના તા.17 માર્ચ 2022 ના સાંજે 6:30 વાગે બની હતી. હોમગાર્ડ ના આવા નીચ કૃત્યના કારણે મને 1000-1200 રૂપિયાનો ખર્ચ લાગશે. મારી જીપનો નંબર MH સી (C)-512 છેે. તથા મારું ગામ બાળ વજર છે. હવે આ કોરોના કાળની કપરી પરિસ્થિતિમાં મને મારી જીપ સુધારવા માટે પોલીસ તંત્રેએ હોમગાર્ડના પગાર ભથ્થામાંથી રૂપિયા અપાવવા પડશે અને આવા પ્રજાને હેરાન કરતાં હોમગાર્ડ વિરુદ્ધ પોલીસ તંત્ર કયા કડક પગલા લેશે એ હવે જોવું રહ્યું