ગુજરાત: થોડા સમયમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાશે ત્યારે ગુજરાતના રાજકારણમાં અવનવા સમીકરણો રચાવવાની શરૂવાત થઇ ગઈ છે. હાલમાં પાટીદાર અગ્રણી નરેશ પટેલને લઈને ચર્ચાનો વંટોળ વાઈ રહ્યો છે કે નરેશ પટેલ કોના ? ભાજપના, કોંગ્રેસના, કે આમ આદમી પાર્ટીના..!

ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે નરેશ પટેલના સંદર્ભે નિવેદન આપતા જણાવ્યું કે નરેશભાઈ વર્ષોથી ભાજપના શુભેચ્છક છે. નરેશભાઈ ભાજપની સાથે રહેશે. નરેશભાઈ સાથે ફોન પર વાતચીત થઇ છે. તેમણે કોઇ પાર્ટીમાં જોડાવવા નિર્ણય નથી કર્યો. નરેશભાઈ ભાજપની સાથે રહેશે એવો મને વિશ્વાસ.

ઉલ્લેખની છે કે AAP પાર્ટી તરફથી પણ નરેશ પટેલને આમંત્રણ મળ્યાનો મુદ્દો ચર્ચાઇ રહ્યો છે. તો બીજી બાજુ એવી પણ માહિતી મળી છે કે હોળી બાદ નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાઇ શકે છે. થોડા સમય અગાઉ રાહુલ ગાંધી સાથે નરેશ પટેલની બે વાર બેઠક થઇ છે. હવે જોવું એ રહ્યું છે કે નરેશ કોના..?