ધરમપુર: આદિવાસી વિસ્તારોમાં ગરીબ લોકોના રોગોના નિદાન માટે હોળી અને ધૂળેટી જેવા તહેવારોમાં પણ સેવાભાવી લોકો અને સંસ્થાઓ દ્વારા છેવાડાના માનવીને સ્વાસ્થ્ય મળી રહે તે માટે મોટાપોંઢાના જાગિરી ગામમાં મફત સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો.
જુઓ વિડીઓ…
Decision Newsને મળેલી માહિતી મુજબ હેમ આશ્રમ જાગિરી દ્વારા આયોજિત મફત સર્વરોગ નિદાન કેમ્પમાં આશીર્વાદ સેવા કેન્દ્ર ટ્રસ્ટ , ડુંગરડા , ડાંગ તરફથી ડૉ. અઝાર્યા એબેનેઝર તથા ડૉ. ડોના એબેનેઝરે સેવા આપી હતી. ૩૩૭ દર્દીઓએ સારવાર લીધી હતી. જેમાંથી ૫૭ ડેન્ટલ પેશન્ટ હતા. ડેન્ટલ કેમ્પ ડૉ.પંકજ માવાણીના સહકારથી નોબલ મેડિકેર, વકાડ ડૉ. ત્વિશા મોદી, ડૉ. નિરાલી પટેલ અને ડૉ. એનું સિંહે સેવા આપી હતી.
હેમ આશ્રમના શ્રી બાબલ ગાડર, શ્રી શીતલ ગાડર, આચાર્યશ્રી પ્રભુભાઈ, પિન્કીબેન, જાગૃતિબેન તથા સમગ્ર આશ્રમ પરિવાર તેમજ પ્રા. ડૉ. આશા ગોહિલ, શ્રી હાર્દિકભાઈ પટેલ દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન સફળતાપૂર્વક થયું.