દિલ્લી: દેશમાં સુપ્રીમ કોર્ટ દ્વારા અલગ અલગ અધિકારો અને હક્કો અંગે નિર્ણય કરતાં હોય છે ત્યારે હાલમાં જ સુપ્રીમ કોર્ટે કહ્યું કે, જે દિકરી પોતાના પિતા સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ રાખવા નથી માગતી, તેનો પિતાની સંપત્તિ પર કોઈ અધિકાર નથી.

Decision Newsએ મેળવેલી માહિતી મુજબ જસ્ટિસ સંજય કિશન અને જસ્ટિસ એમ એમ સુંદરેશની ખંડપીઠે કહ્યું કે, જો દિકરીએ પોતાના પિતા સાથે કોઈ સંબંધ રાખવા નથી માગતી, તો તેના શિક્ષણ અને વિવાહમાં થનારા ખર્ચ માટે ધનની માગ કરી શકતી નથી.