ધરમપુર: આદિવાસી વિસ્તારોના યુવાનોએ પોતાની પ્રતિભા બતાવી છે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત દ્નવારા આયોજિત એથ્લેટિક સ્પર્ધામાં અમારી શ્રી વનરાજ આર્ટસ એન્ડ કૉમર્સ કૉલેજ, ધરમપુરની ભાઈઓ અને બહેનોની ટીમ ચેમ્પિયન થઈ છે.

Decision Newsને મળેલી માહિતી મુજબ 10 ગોલ્ડ મેડલ અને 12 સિલ્વર મેડલ 2 બ્રોનજ મેડલ મેળવ્યા છે. બહેનોની દોડમાં- 200 મીટરમાં પ્રથમ ક્રમ, 400 મીટરમાં પ્રથમ અને દ્વિતીય ક્રમ, 800 અને 1500 મીટરમાં પ્રથમ, ૫૦૦૦ મીટરમાં પ્રથમ અને દ્વિતીય ક્રમ મેળવ્યો છે. ભાઇઓની ટીમે 800 અને 1500 મીટરમાં પ્રથમ અને 5000 મીટરમાં દ્વિતીય ક્રમ મેળવ્યો છે. લોંગ જમ્પમાં 3 જો, ત્રિપલ જમ્પમાં 2 જો અને હાઈ જમ્પમાં 2 જો ક્રમ મેળવ્યો છે.

અંતરિયાળ વિસ્તારના કપરી પરીસ્થિતિમાંથી પરિશ્રમ કરીને આવતા આદિવાસી રમતવીરો રાઠવા પાયલ, કોંકણી તેજલ, કૌશલ્યા પાડવી, ચૌધરી સોનલ અને દોડ વીર સુનિલ કામડી, સેમિસ પટેલ તથા કોંકણી પ્રિયાન્સે ધરમપુરની વનરાજ કોલેજનું નામ રોશન કર્યું છે .