તાપી: આપણા સમાજમાં માનવતા મરી પરવારી નથી એનો તાજો કિસ્સો બહાર આવ્યો હો એમ કહી શકાય આજે નવસારી કોલેજના વાઈસ ચાન્સેલરે તાપી જિલ્લાના આદિવાસી વ્રુદ્ધ દંપતિ માટે હોળીનો તહેવાર ખુશીઓ આપી માનવાતાની સુવાસ ફેલાવી છે.
જાણીતા સમાજસેવક રોમેલ સુતરિયાનું Decision Newsને જણાવ્યું કે અમે નવસારી કોલેજના વાઈસ ચાન્સેલરે જાહેર અપીલ કરી ધામણદેવી ગામ, ડોલવાણ તાપીમાં રહેતા એક આદિવાસી વ્રુદ્ધ દંપતિની વ્યથા રજુ કરી તેઓ જે નવસારી એગ્રિકલ્ચર કોલેજમાં વર્ષોથી માળી તરીકે ફરજ બજાવતા કોરોના કાળમાં નોકરીથી છુટા કરી દીધા બાદ ખુબ જ મુશ્કેલ જીવન વ્યતીત કરી રહ્યા હતા. જે બાબતે અમારા સાથી મિત્રો સામે ઘટના આવતા તેઓની રુબરુ મુલાકાત કરી પરિસ્થિતિનો ચિતાર મને આપતા એક કર્મશીલ તરીકે અમે સવિતાબેન છગનભાઈ અને છગનભાઈ રામાભાઈ માટે મદદ અને કોલેજ માનવીય વલણ દાખવે તે માટે શાબ્દિક અપીલ કરી. જેના પરિણામ સ્વરૂપ આજરોજ સવારે હોળીના શુભ અવસરે નવસારી એગ્રિકલ્ચર કોલેજના વાઈસ ચાંસેલર શ્રી ડૉ. ઝીણાભાઇ પટેલ દ્રારા મને વોટ્સેપ દ્રારા સંદેશ પાઠવી આશ્વસ્ત કર્યો કે સમાજમાં હજુ પણ માનવતા મરી પરવારી નથી.
આજ રોજ હોળીના તહેવાર નિમિત્તે હું ડૉ ઝીણાભાઈ પટેલ કુલપતિ અને મારા પ્રોફેસર જયમીન નાયક જોડે ધામણ દેવી ગામે છગનભાઈ રામાભાઈ અને સવિતાબેનના ખબર અંતર પૂછવા રૂબરૂ મુલાકાત લીધી. એમને જમવા ખાવાની મદદ રૂપે સામાન અને કંઈ જરૂર પડે તે માટે થોડી મદદ પણ આપી. છગન કાકા અને સવિતાબેન ખુશ પણ થયા. આ ઘટનાથી સાચી આદિવાસી સંસ્કૃતિ અને આદિવાસીયતને જીવંત રહેશે એવી ખાતરી બેઠી છે.