ચીખલી: હવે હોળીનો તહેવાર નજીક આવી રહ્યો છે તેમ તેમ નવસારી જિલ્લામાંથી દારૂનો જથ્થો અને જુગાર રમતા જુવારીઓના પકડાવવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે ત્યારે રાનવેરીખુર્દ માહ્યાવંશી મહોલ્લામાંથી LCB એ જુગાર રમતા 12 ઈસમને રોકડા 1,11,500 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
Decision Newsને પોલીસ સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ નવસારીની LCB પોલીસે માહ્યાવંશી મહોલ્લામાંથી જુગાર રમતા 12 ઇસમોને રોકડા રૂપિયા 63,930 તથા જુગારના સાધનો મળી ને કુલ 1,11,500 ના મુદ્દામાલ સાથે LCB પોલીસે ઝડપી પાડયા હતા. જે પકડાયેલા આરોપીના નામ છે જે રાકેશભાઈ રોઠોડ, જયદીપકુમર પટેલ, ધર્મેન્દ્રકુમાર પટેલ, વિપુલભાઈ પટેલ, મેહુલકુમાર પટેલ, સતીષ પરમાર, હિરેન પટેલ, મુકેશભાઈ રાઠોડ, ઈમરાન મંગેરા, જીતેન્દ્રભાઈ પટેલ, રાકેશભાઈ પટેલ, દિનેશભાઈ પટેલ આવા 12 ઈસમોને નવસારીની LCB પોલીસે ઝડપી પાડયા છે.
પોલીસનું કહેવું છે કે વોન્ટેડ આરોપીની વાત કરીએ તો રીતેશભાઈ રોઠોડ જેઓ વોન્ટેડ છે. અને નવસારીની LCB પોલીસે 1,11,500 ના મુદ્દામાલ સાથે જે જુગાર રમતા હતા એવા 12 ઈસમોને ઝડપી પાડયા છે. અને આગળની વધુ તપાસ જે પોલીસ કરી રહી છે.

