ડાંગ: આજરોજ આદિવાસી યુવા પેઢીને આરોગ્ય વિષયક આજના સમયમાં સમજણ હોવી ખુબા જરૂરી છે, તે માટે સાપુતારાના PHC ના સોનુનીયા સબસેન્ટરે કિશોર અને કિશોરીને આરોગ્ય વિષયક જાગૃતી માટે શિબિર યોજવામાં આવી હતી.
Decision News ને મળેલી માહિતી મુજબ સોનુનીયા સબસેન્ટરે એડોલેશન્ટ હેલ્થ એન્ડ વેલનેશ ડે, ની ઉજવણી કરાઈ જેમાં સોનુનીયા સબસેન્ટરમાં આવેલા ગામો ગુંદીયા, હુબાપાડા, બરમ્યાવડ અને સોનુનીયાનાં કિશોર અને કીશોરીઓ સબસેન્ટરનાં અધિકારીઓ હાજર રહીને આ ડે ની ઉજવણી કરી હતી.
આ કાર્યક્રમમાં કિશોર અને કિશોરીઓને તેમના સ્વાસ્થ વિશે જાગૃત કરાવવામાં આવ્યા, વહેલા લગ્ન ન કરવા અને વહેલા લગ્ન કરવાથી થતા નુકસાનથી વાકેફ કરવામાં આવ્યા. કિશોર અવસ્થા દરમ્યાન તેમના શરીરમાં થતા બદલાવથી વાકેફ કરાવવામાં આવ્યા, તેમને આયરનની ગોળીનું મહત્વ સમજાવાયુ, કિશોરીઓને માસિક ધર્મમાં કેવી કાળજી લેવી તે બાબતે સમજણ આપવામાં આવી, કિશોર અને કિશોરીઓને વ્યાસનથી થતા નુકસાન અને વ્યસનથી દુર રહેવાની સમજણ આપવામાં આવી, બદલાતા જીવનમાં યોગનું શું મહત્વ છે અને દરરોજ 30 મિનીટ પણ યોગ કરાવજ જેનાથી આપણું શરીર તંદુરસ્ત રહે તેવી સમજણ રેખા ચૌધરી (PHO) દ્વારા આપવામાં આવી અને યોગ કરીને એડોલેશન્ટ હેલ્થ એન્ડ વેલનેશ ડે, ને યાદગાર બનાવ્યો.

