પારડી: આજરોજ ડોક્ટર અતુલ દેસાઈ વ્યારા, ધન્વંતરી ચેરીટેબલ ટ્રસ્ટની ટીમ અને જલારામ ભકત મંડળ મોટા વાઘછીપાના સામુહિક પ્રયાસ દ્વારા પારડીના પંચાલાઈ ખાતે સિકલસેલ જાગૃતિ અભિયાન પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. જુઓ વિડીયો…
Decision Newsને આ કાર્યક્રમમાં મહત્વની ભૂમિકા ભજવનારા સામાજિક કાર્યકર સંજયભાઈ પાસેથી મળેલી માહિતી મુજબ આ સિકલસેલ જાગૃતિ અભિયાન કાર્યક્રમમાં 400 થી વધુ વ્યક્તિઓ જોડાયા હતા અને 180 થી વધુ સિકલસેલ દર્દીઓ લાભ લીધો હતો તેમણે વધુમાં જણાવ્યું કે આ કાર્યક્રમમાં સિકલસેલ દર્દીઓ સારવાર દરમિયાન કઈ કાળજી લેવી. કેવી કાળજી રાખીજીવન જીવવું. સિકલસેલ એટલે શુ ? વગેરે વિવિધ મુદ્દે માહિતી વિગતવાર આપવામાં આવી હતી.
આ પ્રસંગે ડોક્ટર દ્વારા મફત દરે દવાનું વિતરણ કરવામાં આવ્યું હતું અને જીવનદીપ હેલ્પીંગ હેન્ડ ટ્રસ્ટ તરફથી પીવાના પાણીની બોટલ દર્દીઓને આપવામા આવી હતી. દેસાઈ ફાઉન્ડેશન ટ્રસ્ટના રામેશ્વરી માહલા તરફથી મહિલા સ્વાસ્થ્ય અને આરોગ્ય પર માહિતી અપાઈ હતી.

