આહવા: ડાંગ જિલ્લાની ઐતિહાસિક ગાથાઓ ધરાવતો ‘ડાંગ દરબાર. ડાંગ જિલ્લાના આહવા ખાતે ડાંગ દરબારની તૈયારી લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આદિવાસી લોકો અને સ્થાનિક વહીવટીતંત્ર અને લોકો ડાંગ દરબારની તૈયારી ચાલુ કરી દીધી છે.

Decision Newsએ સ્થળ લીધેલી મુલાકાત પ્રમાણે ડાંગ દરબાર એટલે આદિવાસીઓનો સાંસ્કૃતિક મેળો તરીકે ઓળખાય છે. આહવામાં પ્રવેશ્યા ત્યારે લોકો બજારમાં દુકાનો બંધાવાની તૈયારી ચાલુ થઇ ગઈ છે. આહવામાં રંગઉપવન ખાતે રાજાઓનું સન્માન અને ડાંગ દરબારનું પ્રારંભ કરવામાં આવશે તેની તૈયારી જોવા મળી હતી. બજારોમાં જોર શોરથી તૈયારીઓ જોવા મળી છે.

ડાંગ દરબારના બજારમાં ચકડોળ, મોતનો કુવો, બાળકો માટે બેસવાની આગગાડી, વગેરે હાલમાં સ્થળ પર ગોઠવાઈ ગયા છે હવે ડાંગ દરબારમાં દુકાનદારો દ્વારા લોકોની ભીડ ઉમટશે તેની રાહ જોવાઈ રહી છે