અનાવલ: આજરોજ મહુવા તાલુકાના રસ્તા પરથી પસાર થવાનું થયું અને લુપ્ત થતી અનેક રમતોમાંની રમત અનાવલ ગામના નેર કોલોની નવાનગર મોહલ્લા દ્વારા બાળકો લખોટીની રમતો રમતા નજરે પડયાં અને બાળપણના એ દિવસોના દ્રશ્યો ફરી યાદ આવી ગયા.

વર્તમાન સમયમાં જોવા જઈએ તો આ આધુનિક યુગમાં બાળકો જન્મતાની સાથે જ મોબાઇલ હાથમાં સોંપી દેવામાં આવે છે. જે બાળકોને અનેક રીતે હાનિકારક નીવડે છે છતાં આજની યુવાપેઢી મોબાઈલનો વધુ પડતો ઉપયોગ કરવામાં વ્યસ્ત બની છે ત્યારે આદિવાસી બાળકોમાંની અનેક ગલી રમતો રમતો લુપ્ત થઈ છે

Decision newsએ લખોટીની રમતો રમતા બાળકો સાથે વાતો કરતા બાળકોએ જણાવ્યું હતું કે પરિસ્થિતિના અભાવે અને આ મોઘવારી માં મોબાઈલ ફોન વાપરવામાં પોસાય એમ નથી. જેથી કરીને આ લુપ્ત થતી આદિવાસી રમતો રમવાનું પસંદ કરીએ છીએ અને આ રમતો રમવાની મજા પણ કઈક અલગ જ આવે છે અને આ રમત ઘણું મોટું જૂથ થઈને રમવામા આવે છે આ રમતોના કારણે આંખોંની એકાગ્રતા અને મગજ તેજ બને છે અને આ લખોટી રમત હળીમળીને રમવાની મજા આવે છે.