આપણા વિસ્તારોમાં ગુનાઓ જે પ્રકારે વધી રહ્યા છે જેના લીધે પોલીસ તંત્રની કામગીરીને લઈને લાંબા સમયથી સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે લોકોનો પોલીસ પર કેટલાં ટકા વિશ્વાસ મુકે એ સામાન્ય રીતે સમજી શકાય છે આવા ટાણે જામનગરમાં ફલ્લા નામના ગામમાં તસ્કરો પાઠ ભણાવવા પોલીસને વારંવાર રજુઆત છતા નિંદ્રાધિન બનેલી પોલીસ તંત્ર જાગ્યું નહી તેથી નાગરિકોએ પોતે જ પોતાની રક્ષા કરવાની નેમ લીધી છે.
ફલ્લા ગામે તસ્કરોનાં વધતા ત્રાસના કારણે સ્થાનિકો હવે રાત્રે પોતે જ આખા ગામનો ચોકી પહેરો કરે છે. કડકડતી ઠંડી હોય તે ગરમી હોય યુવાનો પોતાની સાથે લાઠી ડંડા લઇને સતત ગામનો ચોકી પહેરો કરે છે. આ ઉપરાંત જો કોઇ અજાણી વ્યક્તિ ગામમાં આવી ચડે તો તેની અટકાવીને પુછપરછ થાય છે.
જામનગર-રાજકોટ હાઇવે પર આવેલા ફલ્લા ગામના ઘરોમાં ઘણી વખત ચોરી થઇ હતી. આસપાસના વિસ્તારો અને મંદિરો તથા ખેતરોમાં પણ ચોરોની તસ્કરો નુકશાન પોહચાડી રહ્ય છે ત્યારે ગામના લોકો દ્વારા યુવાનોના વારા રાખવામાં આવી રહ્યા છે. આ યુવાનો આખી રાત ગામમાં પેટ્રોલિંગ કરે છે.











