વલસાડ: રશિયાએ યુક્રેન ઉપર હુમલો કર્યા બાદ ત્યાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને કેન્દ્ર સરકાર દ્વારા એર લિફ્ટ કરી લાવવામાં આવી રહ્યા છે. ત્યારે શનિવારે રાત્રે મુંબઈ એરપોર્ટ ઉપર આવી પહોંચેલી ફ્લાઈટમાં વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના જોગવેલમાં રહેતા શિક્ષક દંપતીના પુત્ર કૃણાલ જાદવનો પણ સમાવેશ થાય છે.
કૃણાલ યુક્રેનમાં એમબી બીએસના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરી રહ્યો છે. યુદ્ધ શરૂ થતાં વિમાન સેવા બંધ થતાં ભારત સરકારે ત્યાંના દુતાવસના સહયોગથી રોમાનિયા દેશમાં વિદ્યાર્થીઓને મોકલી ત્યાંથી વિમાનમાં મુંબઈ લવાયા હતા. 219 વિદ્યાર્થીઓમાં 60 વિદ્યાર્થીઓ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં હતા. ડિસિસન ન્યુઝએ કૃણાલના ઘરે પહોંચી તેની સાથે વાતચીત કરી હતી. જુઓ વિડીયોમાં…
કૃણાલે જણાવ્યું કે યુદ્ધની પરિસ્થિતિ વધુ ગંભીર બનતા ભાર ત સરકારે યુક્રેનના દુતાવાસને આદેશ કરી ફસાયેલા વિદ્યાર્થીઓને લાવવા પ્રયાસો શરૂ કરવા આદેશ કરતા અમને રોમાનિયા દેશમાં પ્રવેશ કરાવી ત્યાંથી વિમાનમાં મુંબઈ લાવ્યા હતા. ઘરે આવતા જ તેની માતા પિતા અને પરિવાર ભાવુક થયા હતા અને અવતાંવેંત કુલ દેવતાની પૂજા અર્ચના કરી, પુત્રની આરતી ઉતારી હતી. માતાએ પણ પુત્રની જેમ કેન્દ્ર, રાજ્ય સરકાર, વલસાડ ડિઝાસ્ટર વિભાગ, ધારાસભ્ય અને મંત્રી જીતુ ચૌધરી અને જોગવેલના આગેવાન ગુલાબ રાઉતનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. તો કૃણાલે પરિસ્થિતિ યોગ્ય થતા પરત યુકેરેન જશે તેમ જણાવ્યું હતું.











