કપરાડા: વલસાડના જિલ્લાના કપરાડાના જોગવેલ ગામના આસલોન ફળીયા રહેતા શિક્ષક દંપતી નગીનભાઈ જાદવનો પુત્ર કૃણાલ એમબીબીએસ કરવા યુક્રેન ગયો છે. ઓઝરડા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક દંપતી નગીન ભાઈ જાદવનો પુત્ર કૃણાલ યુક્રેનમાં MBBSના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે. યુદ્ધની આશકાને લઈ તેમણે પરત ભારત આવવા તમામ તૈયારીઓ કરી હતી જોકે એક દિવસ અગાવજ યુદ્ધ શરૂ થતાં અને માર્શલ લો લાગી જતા અને સરકારે ઘરમા જ રહેવાનો ભારતીય દુતાવાસે અપીલ કરતા તેઓ હવે અટવાઈ ગયા હોવાનું જણાવા મળ્યું છે.
યુક્રેનની બુકોવિનિયન સ્ટેટ મેડિકલ કોલેજમાં એમ્બેબીએસમાં અભ્યાસ કરતા કૃણાલે જણાવ્યું કે યુદ્ધનીશકયતા તો લાગી જ રહી હતી,પરંતુ આટલી જલ્દી યુદ્ધ શરૂ થશે તે ખબર ન હતી. પરંતુ તેઓ યુદ્ધગ્રસ્ત વિસ્તારથી દૂર હોઈ ત્યાં પરિસ્થિતિ થોડી સારી છે, યુદ્ધ શરૂ થતાં હવે ચિંતા વધી છે. ATM મશીનો, મોલમાં પણ લાઈનો લાગી રહી છે, ટ્રેન વિમાન સેવા બંધ કરી દેવાઈ છે. જોકે ભારતીય દુતાવાસ અમારા સંપર્કમાં છે.
કૃણાલે ઉમેર્યું કે મારી સાથે રૂમમાં ગુજરાતના અન્ય જિલ્લાના 5 વિદ્યાર્થીઓ પણ છે.. કૃણાલના પિતા અને શિક્ષક નગીનભાઈ જાદવે જણાવ્યું કે પુત્ર કૃણાલ યુક્રેનમાં MBBS કરી રહ્યો છે, ગઈકાલે જ તેની સાથે ફોન ઉપર વાત થઈ હતી ત્યારે તેણે જણાવ્યું કે યુદ્ધની શકયતા છે, પરંતુ મોટી ચિંતા નથી, પરંતુ હવે અમારી ચિંતા વધી છે. ભારત પરત આવવાની તૈયારીઓ પૂર્ણ થઈ હતી પરંતુ એક રાતમાં બધું બદલાઈ ગયું. અમારો આખો પરિવાર હાલે ચિંતા માં છે.અમે સરકાર ને વિનંતી કરીયે છે કે અમારા સંતાનો ને કોઈપણ હિસાબે પરત લાવો.