ધરમપુર: ગતરોજ રાત્રે ધરમપુર તાલુકાના બામટી ગામે પલાડી, (નાયકીવાડ) ગમનભાઇ વાવુતના ઘરે ભારતીય મૂળનિવાસી સંઘ તથા ભારતીય મૂળનિવાસી સાંસ્કૃતિક મંચ અને ભારતીય મૂળનિવાસી મહિલા સંઘ અંતર્ગત આયોજીત છત્રપતિ શિવાજી મહારાજની 392મી જન્મજયંતિના અવસર પર આદિવાસી સમાજની જન જાગૃતિની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

Decision Newsને મળેલી માહિતી મુજબ ધરમપુર તાલુકામાં 28 ફેબ્રુઆરી 2022 ના દિને પાર તાપી રિવર લિંક પ્રોજેક્ટના વિરોધમાં મહારેલીનું આયોજન કર્યું છે તેમાં આખા ગુજરાતના મૂળનિવાસી સંઘના આદિવાસી સમાજની હકની લડાઈ લડતા બધા જ વ્યક્તિઓ હાજરી આપશે અને સમાજના હકની આ મહારેલીને રાષ્ટ્રીય અધ્યક્ષ R R PATEL સાહેબ સંપૂર્ણ ટેકો જાહેર કર્યો.

આ પ્રસંગે જગાભાઈ વાવુત, કાંતિભાઈ, કોકિલાબેન, ચીમન ભાઈ પાનેરીયા, જીગ્નેશભાઈ વાવુંત, ભારતીય મૂળ નિવાસી સાંસ્કૃતિક મંચ ધરમપુર તાલુકા પ્રમુખશ્રી ભાવેશભાઈ પટેલ, સુમનભાઈ નાનીઢોલ ડુંગરી, હંસા બેન રાષ્ટ્રીય મહિલા કાર્યકર, શંકરભાઈ દેસાઈ, તથા ભારતીય મૂળ નિવાસી સંઘના કાર્યકરો હાજર રહ્યા હતા.