ડાંગ: વલસાડની એક શાળામાં ગાંધીનાં હત્યારા એવા નાથુરામ ગોડશેને આદર્શ ગણાવી વક્તૃત્વ સ્પર્ધા યોજવામાં આવી હતી. જેને લઈને રાજ્યભરમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે ત્યારે કસૂરવાર અધિકારીઓ સામે પગલા ભરવા માટે ડાંગ જિલ્લા યુવક કોંગ્રેસ સમિતિ દ્વારા ગતરોજ આવેદનપત્ર અપાયું હતું.
Decision Newsને મળેલી માહિતી મુજબ ડાંગ જિલ્લા યુવક પ્રમુખ રાકેશ પવાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ગાંધીનાં ગુજરાતમાં ગાંધીના હત્યારાને હીરો તરીકે બનાવામાં આવી રહ્યા છે. આ ગાંધીના હત્યારાને હીરો બનાવાની એક સાજીસ છે. જેથી જવાબદાર અધિકારીની સામે તાત્કાલિક પગલા ભરવામાં આવે નહીં તો આવનાર દિવસોમાં આંદોલન કરવામાં આવશે અને તેની સંપૂર્ણ જવાબદારી તેમની રહેશે.
ઘટના વિષે વાત કરવામાં આવે તો વલસાડમાં આવેલ કુસુમ વિદ્યાલયમાં વકતૃત્વ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં સ્થાનિક કચેરીએ પસંદ કરાયેલા 3 વિષય પૈકી \”મારો આદર્શ નાથુરામ ગોડસે\” વિષય ઉપર ગોડસેને હીરો તરીકે ચિતરનાર બાળકને પ્રથમ ક્રમે વિજેતા જાહેર કરાયો હતો. મહાત્મા ગાંધીનાં ગુજરાતમાં સરકારી અધિકારીઓ દ્વારા પ્રાથમિક શાળાનાં 7થી 12 વર્ષનાં કુમળા બાળકોનાં માનસમાં ગોડસેને નાયકના રૂપમાં રજૂ કરવાનાં હિન પ્રયાસ કરવામાં આવ્યા હતો.
આવેદનપત્ર આપવા પ્રસંગે ડાંગ જિલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખ રાકેશભાઈ પવાર,ડાંગ જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ લતાબેન ભોયે,આહવા તાલુકા યુવા પ્રમુખ શાલેમ પવાર, રોશની સૂર્યા, હિના પટેલ, વિશાલ પવાર, આશિષ પવાર, કિરણ વસાવા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

