વલસાડ: હાલમાં વલસાડ જિલ્લામાં અકસ્માતોની ઘટનાઓ વધી અર્હી છે ત્યારે ગતરોજ કપરાડા તાલુકાના નાનાપોઢાં કપરાડા માર્ગ ઉપર કુંભઘાટ નજીક ટ્રક ચાલકે બાઇકને અડફેટે ચઢાવતા પિતા સાથે શાળામાં જઈ રહેલી 11 વર્ષની દીકરીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
Decision Newsને મળેલી અનુસાર ગતરોજ કપરાડા તાલુકાના નાનાપોઢાં કપરાડા માર્ગ ઉપર કુંભઘાટ નજીક ટ્રક ચાલકે બાઇકને અડફેટે ચઢાવતા પિતા સાથે શાળામાં જઈ રહેલી 11 વર્ષની દીકરીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે પિતાને ગંભીર હાલતમાં 108માં હોસ્પિટલમાં લઈ જવાયા હતા. માની ચિચપાડાના નારણ ભાઈ ચૌહાણ પોતાની દીકરી ભાવના મોટપોધા છાત્રાલય માં રહી અભ્યાસ કરતી હોય તેને મુકવા બાઈક નંબર જી.જે.15.બી.એસ.0301 ઉપર જઈ રહ્યા હતા
તેઓ કુંભઘાટ નજીકથી પસાર થતા હતા તે સમયે પુરપાટ આવતી ટ્રક નંબર. એમ. એચ. 12. કેપિ. 9477ના ચાલકે બાઇકને અડફેટે ચઢાવતા પિતા પુત્રીને ગંભીર ઇજા પહોચતા દીકરી ભાવનાનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે પિતાને ગંભીર હાલતમાં 108માં હોસ્પિટલમાં લઇ જવાયા હતા.

