દિવ્યભાસ્કર ફોટોગ્રાફ

કપરાડા: આદિવાસી વિસ્તાર કપરાડાના અંભેટી ગામમાં મળેલી બાતમીના આધારે ગેરકાયદે માટી ખનન અટકાવવા પોહ્ચેલી ભૂસ્તર વિભાગની ટીમના સુપરવાઇઝર અને બે ગાર્ડ તથા રાતા ગામના કેટલાક ઇસમો સાથે વાતચીતનું ઘર્ષણ થતા  માહોલ ગરમાયો અને આ બનાવમાં જિલ્લા પંચાયતનો એક સભ્ય સ્થળ ઉપર પહોંચીને ટીમ સાથે બોલાચાલી કરીને મારામારી સુધી મામલો પહોંચ્યો હતો.

Decsion Newsએ મળેલી માહિતી મુજબ ​​​​​​​જિલ્લા સેવા સદનમાં ભુસ્તર વિભાગની કચેરીમાં સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા દિનેશકુમાર નાનજીભાઇ પવાયા સોમવારે સવારે ઓફિસના બે સિક્યુરિટી ગાર્ડ હેતલ ચંદુભાઇ માહ્યાવંશી અને મનિષ દિપકભાઇ હળપતિ સાથે ખાનગી વાહનમાં બેસીને કપરાડાના સુખાલાથી અંભેટી તરફ જવાના માર્ગ ઉપર ચેકિંગ કરવા માટે નીકળ્યા હતા. ગેરકાયદે માટીખનનની પ્રવૃતિ ઉપર કાર્યવાહી કરવા નીકળેલી ભૂસ્તર વિભાગની ટીમ અંભેટી રોડ ઉપર પહોંચી ત્યારે ટ્રક નંબર જીજે 15 યુયુ 5654ને આંતરીને તપાસ કરતા હાર્ડ મોરમ ભરેલું જણાયું હતું. ચાલક પાસેથી પાસ પરમિટ માગતા તેની પાસે કોઇપણ જાતની પરવાનગી નહિં હોવાનું જણાવતા ટ્રકને સાઇડે ડીટેઇન કરી હતી ત્યાર બાદ સુપરવાઇઝર અને ગાર્ડ વધુ તપાસ માટે ધગડમાળની નીલકંઠ ક્વોરી તરફ જઇ રહ્યા હતા તે વખતે ગાર્ડ હેતલે ફોન કરીને સુપરવાઇઝરને જણાવ્યું હતું કે, કોપરલીગામે રહેતા જિતુભાઇ, હિતેશ આહિર અને હરિશ આહિર અને જિલ્લા પંચાયત સભ્ય મિતેશ પટેલ અને કેટલાક માણસો આવીને ધમકી આપીને ધક્કા મુકીને હુમલો કરવાનો પ્રયાસ કરી હિતેશ આહિર અને જિતુએ ગાર્ડને લાતો મારીને ધમકી આપીને પકડેલી ટ્રક લઇને ત્યાં થી ફરાર થઇ ગયા હતા.

ત્યાર બાદ દિવ્યભાસ્કરના રિપોર્ટ અનુસાર  સુપરવાઈઝર દિનેશ પવાયા સ્થળ આવતાં ભૂમાફિયાઓએ તેમણે ધામી અપાતા કહ્યું કે તમે પ્રાઇવેટ વાહનમાં ચેકિંગ કેમ કરો છો. ધમકી અને ઝગડાનું મોટું સ્વરૂપ જોઈ સુપરવાઇઝરનો ડ્રાઇવર પણ ત્યાંથી નાસી ગયો હતો. ​​​​​​​​​​​​​​ભૂમાફિયા જિતુ અને હિતેશ આહિરે ગાર્ડને ધમકી આપી હતી કે, તમે નોકરી છોડી દો, હવે પછી આ રીતે વાહન ચેકિંગ કરવા માટે આવશો તેમજ અમારી ગાડી રોકશો તો જાનથી મારી નાંખીશું. અંભેટી ગામે માટી ચોરી પ્રવૃતિને રોકવા માટે નીકળેલી વલસાડ ભૂસ્તર વિભાગની ટીમ ઉપર ભૂમાફિયાએ હુમલો કરીને જાનથી મારી નાંખવાની ધમકી આપતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે.

આ બનાવ અંગે તાજા જાણકારી મળ્યા અનુસાર સુપરવાઇઝર દિનેશ પવાયાએ નાનાપોંઢા પોલીસ સ્ટેશનમાં ગુજરાત ખનિજ નિયમ 2017 મુજબ તથા ફરજમાં રૂકાવટ ઊભી કરવા બદલ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરવા ચક્રોગતિમાન કર્યા છે.