ચીખલી: જી.સી.ઈ.આર.ટી ગાંધીનગર તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન નવસારી તેમજ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ નવસારી આયોજીત ચીખલી તાલુકા કક્ષાના ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન વર્ષ 2022-23માં ખાંભડા પ્રાથમિક શાળાએ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો.
ખાંભડા પ્રાથમિક શાળાએ વિભાગ -2 માં સ્વાસ્થ્ય અને સ્વચ્છતા અંતર્ગત AN INSTRUMENT HEALTH AND CLEANLINESS વિષય પર કૃતિ રજૂ કરેલ હતી. આ કૃતિ બાળ વૈજ્ઞાનિકો ધારા શંકરભાઈ પટેલ (ધોરણ-7) અને ફાલ્ગુની અમ્રતભાઈ પટેલ (ધોરણ-7) દ્વારા રજૂ કરવામાં આવી. જે કૃતિ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી જિલ્લા કક્ષાએ પ્રતિનિધિત્વ કરશે તેમજ વિભાગ -4 માં પરિવહન અંતર્ગત SAMRT ROAD ALSO PRODUCE ElETRICITY વિષય પર કૃતિ રજૂ કરેલ હતી. આ કૃતિ બાળવૈજ્ઞાનિકો કરીના મુકેશભાઈ પટેલ (ધોરણ-8) અને જાન્વી મુકેશભાઈ પટેલ (ધોરણ -7) દ્વારા રજૂ કરવામાં આવી. જે કૃતિ તૃતિયક્રમે પસંદગી પામેલ છે.
ખૂબ જ જહેમત ઉઠાવી આ બને કૃતિને માર્ગદર્શન આપી તૈયાર કરનાર વિજ્ઞાન શિક્ષક કામિની નગીનભાઈ પટેલને શાળાના આચાર્ય શ્રીમતિ અલ્પનાબેન પટેલ તેમજ શાળા પરિવાર અને SMC ખાંભડા તરફથી શુભેચ્છા પાઠવવામાં આવી ખાંભડા ગામના સરપંચશ્રી પરેશભાઈ પટેલે પણ શાળા પરિવારને અભિનંદન આપી પ્રોત્સાહિત કર્યા અને જીલાલ કક્ષાના ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન માટેની શુભેચ્છા પાઠવી.

