ખેરગામ: નવસારી LCB બાતમીના આધારે ખેરગામના કાકડવેરી તરફ જતા રસ્તા પરથી સફેદ કલરની મારુતિ સુઝુકી રીડશ અને મારુતિ સુઝુકીની અલ્ટો કારમાંથી ભારતીય બનાવટની વિદેશી વ્હીસ્કી અને બિયરની ટીન સહિત કુલ 4,95,000 નો મુદ્દામાલ સાથે બે આરોપીને જડપી પાડી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.
જીલ્લામાં પ્રોહિબિશન તેમજ જુગારની પ્રવૃત્તિ સદંતર નેસ્તનાબૂદ કરવા પોલિસ અધિક્ષક શ્રી ઋષિકેશ ઉપાધ્યાય નાયબ પોલીસ અધિક્ષક આર. ડી. ફળદુ નવસારી વિભાગ દ્વારા નવસારી LCB પોલીસ ઇન્સ્પેકટર વી. એસ. પલાશનાઓને જરૂરી સુચના આપવામાં આવી હતી જેને લઈને પોલીસે પેટ્રોલિંગમાં દરમ્યાન ખેરગામ પો. સ્ટે. વિસ્તારના પાટી ગામ થઇ કાકળવેરીના નિશાળ ફળિયા થઈ જમનપાડા ચાર રસ્તા થઈ મહુવાના ધોલિકુઈ ખાતે દારૂ ડિલિવરી કરવા માટે બે કાર નીકળવાની હોય જે બાતમીના આધારે નવસારી L.C.B. એ કાકડવેરી તરફ જતા જાહેર માર્ગ ઉપર વોચ રાખી હતી. ત્યારે બાતમી વાળી સફેદ કલરની મારુતિ સુઝુકી રિડશ કાર નં. GJ -15-AD-8309 અને મારુતિ સુઝુકી અલ્ટો કાર GJ -21-M-1311 પસાર થઈ રહી હતી જેને ઉભી રાખી બન્ને વાહનોની ચકાસણી કરતા બન્ને વાહનોમાંથી ભારતીય બનાવટની વિદેશી દારુ વ્હીસ્કી અને બિયરના ટીન બન્ને મળી 3476 બોટલો સહિત કુલ્લે 4,95,000 નો વગર પાશ પરમીટનો દારુ અને મુદ્દા માલ સાથે વાહન ચલાવતા 1 જીગ્નેશ ઉર્ફે જીગુ ચીમન ભાઇ ગરાસિયા ઉ. વ. 20 રહે. કાકડવેરિ નિશાળ ફળિયા તા. ખેરગામ જી. નવસારી. 2 ધર્મેશભાઈ છોટુભાઇ કેદા રિયા ઉ. વ. 25 રહે. કાકડવેરી નિશાળ ફળિયા તા. ખેરગામ જી. નવસારીને જડપી પાડી બન્ને આરોપીને કડકાઈ થી પુછતાછ કરતા આ દારુ તૃણાલ ઉર્ફે કુણીયો શંકરભાઈ ધો. પટેલ રહે. કાકડવેરી દાદરી ફળિયા તા. ખેરગામ જી. નવસારી નાની વહિયાડ તા. ધરમપુર ખાતે રહેતો અજય ઉર્ફે ખેડુત અને અજય ઉર્ફે ખાલપો રહે. ઉદવાડા પાસે થી દારૃ મંગાવી ધોળી કુઈ મહુવા ખાતે રહેતો નૈનેશ પટેલ ને ત્યાં પોહચડવાનનું હતું.
સમગ્ર હકીકતના આધારે નવસારી LCB એ ખેરગામ પોલીસમાં ફરિયાદ નોંધી જીજ્ઞેશ ઉર્ફે જગુ ચીમન ભાઇ ગરાસિયા ઉ. વ. 20 અને ધર્મેશ ભાઇ છોટુ ભાઇ કેદારિયા ઉ. વ. 25ને કસ્ટડીમાં લઇ દારૃ મંગાવી અને ભરાવી આપનાર તૃણલ ઉર્ફે કુણિયો શંકર ભાઈ ધો. પટેલ રહે. કાક્ડવેરી નિશાળ ફળિયા તા. ખેરગામ જી. નવસારી, દારૂ આપી જનાર અજય ઉર્ફે ખેડુત પટેલ રહે. નાની વહિયાડ તા. ધરમપુર જી. વલસાડ અજય ઉર્ફે ખલપો રહે. ઉદવાડા તથા દારૃ મંગાવનાર નૈનેશ પટેલ રહે. ધોલીકુઇ મહુવાને વોન્ટેડ જાહેર કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
રિપોર્ટ અંકેશ યાદવ
ખેરગામ











