ચીખલી: રાજ્યના અનેક ગામોમાં પંચાયતી રાજ વ્યવસ્થામાં સરપંચોને વિધિવત ચાર્જ અપાયા બાદ તેમની શરુઆતની કામગીરીના પગલાં કેવા રહ્યા ? એના તરફ ગામલોકોની નજર હોય છે. ત્યારે ચીખલીના રાનકુવા ગામના નવ નિયુક્ત સરપંચ દ્વારા સંપૂર્ણ ગામની સાફસફાઈ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રાહી છે.
Decision Newsને મળેલી માહિતી મુજબ રાનકુવા ગામમાં સૌ પ્રથમ ગ્રામ પંચાયત ઘર અને આસપાસ ચોકસાઇ કરી, પછી ગામના વર્ષોથી ન સાફ થયેલા મુખ્ય રસ્તાઓમાં બંને સાઇડ સાફ સફાઇની કામગીરી સુવ્યવસ્થિત ચાલી રહી છે, ગામના તમામ નાગરિકો શરૂઆતની કામગીરી જોય ખુશી અનુભવી રહ્યા છે, સાથે ગામમાં કેવી રીતે કામગીરી કરી શકાય એ બાબતે લોકો સૂચન પણ કરી રહ્યા છે. જુઓ વિડીયો…
સરપંચ સાહેબ અરવિંદભાઇ, ઉપ સરપંચશ્રી વાસુદેવ તેમજ તમામ વોર્ડ સભ્યોનો ગામ પ્રત્યે સારો ઉત્સાહ જણાય રહ્યો છે, ત્યારે ગામ લોકોએ પણ વિકાસના કામોમાં સહભાગી બની સહકાર આપશે એવી અપીલ કરી રહ્યા છે. આવતીકાલે તારીખ ૦૩ ફેબ્રુઆરી ૨૦૨૨ ના રોજ પહેલી ગ્રામસભાનું પણ અયોજન હોય કયા મુદ્દાની ચર્ચા-ગ્રામ વિકાસના એજન્ડા-ઠરાવ પર નજર રહેશે.











