કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ દાવો કર્યો છે કે, તેમના ટ્વિટ ફોલોઅર્સ સતત ઘટી રહ્યા છે. અંદાજે છેલ્લાં સાત મહિનામાં તેમના ફોલોઅર્સની સંખ્યામાં અંદાજે ચાર લાખનો વધારો થયો હતો પરંતુ ઓગસ્ટ 2021 પછી તેમના ફોલોઅર્સની સંખ્યા સતત ઘટી રહી છે.
મીડિયા રિપોર્ટ પ્રમાણે આ વિશે રાહુલ ગાંધીએ ટ્વિટરને એક પત્ર લખ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, ટ્વિટર મોદી સરકારના દબાણમાં કામ કરે છે. રાહુલ ગાંધીએ 27 ડિસેમ્બર 2021માં ટ્વિટરને એક પત્ર લખ્યો હતો. જેમાં તેમણે ટ્વિટર એકાઉન્ટનો ડેટા પણ શેર કર્યો છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને કોંગ્રેસ નેતા શશિ થરુર સાથે સરખામણી કરવામાં આવી છે. હવે ટ્વિટરે આ પત્રનો જવાબ આપ્યો છે.
ટ્વિટરે રાહુલ ગાંધીના પત્રના જવાબમાં લખ્યું છે કે, ફોલોઅર્સની સંખ્યા એકાઉન્ટની સાથે જોવી જોઈએ, પરંતુ અમે નથી માનતા કે ફોલોઅર્સ વાસ્તવિક હોય. ટ્વિટર પાસે હેરફેર અને સ્પામ માટે કોઈ જગ્યા નથી. અમે મશિન લર્નિંગ ટુલ્સ દ્વારા દરેક સપ્તાહે મોટા પાયે બોટ ફોલોઅર્સ અને સ્પામની છંટણી કરીએ છીએ. આ સંજોગોમાં ફોલોઅર્સની સંખ્યા ઘટતી હોય છે.
રાહુલ ગાંધીના જણાવ્યા પ્રમાણે ઓગસ્ટ 2021માં તેમના ફોલોઅર્સની સંખ્યા 54,803 ઘટી હતી, જ્યારે સપ્ટેમ્બરમાં 1,327, ઓક્ટોબરમાં 2,380 અને નવેમ્બરમાં 2,788 ફોલોઅર્સ ઘટ્યા હતા. આ સમયગાળામાં વડાપ્રધાન મોદીના ફોલોઅર્સની સંખ્યા વધીને અંદાજે 30 લાખ થઈ ગઈ છે. રાહુલ ગાંધીએ કહ્યું છે કે, ટ્વિટર પર મારા અવાજને દબાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.મોદીના ટ્વિટર પર કુલ ફોલોઅર્સ 7.51 કરોડ છે. જ્યારે રાહુલ ગાંધીના 1.96 કરોડ ફોલોઅર્સ છે.
BY ચિરાગ તડવી