ગુજરાત: દેશની જેમ ગુજરાતમાં કોરોનાની પરિસ્થિતિ ધીમે ધીમે વણસી રહી છે ત્યારે આજે રાજ્યમાં નવા 16,617 કોરોનાના કેસ નોંધાયા છે. આજે કુલ 19 લોકોના કોરોનાથી મોત થયા છે. તો આજે 1,16,936 લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે.
અમદાવાદમાં સૌથી વધુ 6,191 નવા કેસ નોંધાયા છે. સુરત શહેરમાં 1512 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 2876, રાજકોટ શહેરમાં 410, ગાંધીનગર શહેરમાં 398, સુરત જિલ્લામાં 639, ભરૂચમાં 269, વડોદરા જિલ્લામાં 779, ભાવનગર શહેરમાં 399, વલસાડમાં 246, આણંદમાં 291, જામનગર શહેરમાં 138, મહેસાણામાં 266, નવસારીમાં 154, રાજકોટ જિલ્લામાં 211, મોરબીમાં102, પાટણમાં 213, કચ્છમાં 175, ગાંધીનગર જિલ્લામાં 203, બનાસકાંઠામાં 107, અમદાવાદ જિલ્લામાં 86, અમરેલીમાં 175, સાબરકાંઠામાં 41 સહિત રાજયમાં કુલ 16,617 કોરોનાના કેસ નોંધાયા છે.
ગુજરાતમાં આજે 19 દર્દીના કોરોનાથી મૃત્યુ થયું છે, તો આજે વધુ 11,636 દર્દી કોરોનાને માત આપી સ્વસ્થ થયા છે. રાજયમાં કુલ એક્ટિવ કેસની સંખ્યામાં પણ સતત વધારો નોંધાઈ રહ્યો છે. કુલ 1,34,837 એક્ટિવ કેસ નોંધાયા છે, જેમાંથી 258 દર્દી વેન્ટિલેટર પર સારવાર લઈ રહ્યાં છે. રાજ્યમાં કુલ 9,17,469 દર્દી કોરોનાને માત આપી સ્વસ્થ થયા છે. તો રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 10,249 લોકોનું કોરોનાથી મૃત્યુ થયું છે.
BY ચિરાગ તડવી

