ડાંગ: આહવામાં એકમાત્ર બસ ડેપો પર ગુજરાત રાજયના જિલ્લાઓ સહિત મહારાષ્ટ્ર રાજય હજારો મુસાફરો મુસાફરી કરતા હોય છે ત્યારે આ ડેપો પર સમસ્યાની ભરમાર સાથે પેસેન્જરોને સુવિધાની નામે મીડું હોવાનું મુસાફરો જણાવી આ સમસ્યા દુર કરવા મુસાફરોમાં માગ ઉઠી છે.

આ બસડેપો પર આવેલા મુસાફરો માટે બસ ડેપોમાં યોગ્ય બેઠક વ્યવસ્થા નથી અહી આવતા હજારો મુસાફરોએ બસની રાહ જોવા કલાકો સુધી ઊભા રહેવું પડે છે. સરકારે લાખોના ખર્ચે બનાવવામાં આવેલ બસડેપોનું મકાન જર્જરિત બનવા પામ્યું છે. પાણીની પરબ છે પણ ત્યાં પાણી વ્યવસ્થા નથી. જેથી નાછૂટકે પેસેન્જરોએ પાણી ખરીદીને પીવું પડે છે. જયારે કેટલાક ગરીબ પેસેન્જરોએ તો તરસ્યા રહેવું પડે છે. જયારે યોગ્ય શૌચાલય નથી, તેમાં પાણી આવતું નથી જેથી અહીં શૌચાલયના સંચાલકો પણ પાણી ખરીદી કરવું પડે તે બહાને પેસેજરોને નાના ડબ્બામાં પાણીના 10 ચૂકવવા પડે છે. જો પેસેન્જરો રૂ. 10 નહી ચૂકવે તો શૌચાલયની સુવિધા આપવામાં આવતી નથી. જેથી મુસાફરોએ ખુલ્લામાં શૌચ કરવાં જવું પડે છે. શૌચાલયમાં પાણી નહીં આવતું હોવાથી યોગ્ય સાફ-સફાઈ પણ થતી નથી અને ગંદકીનું સામ્રાજય ફેલાયેલું છે.

આ ઉપરાંત જયારે ડ્રેનેજ ખુલ્લી ગટરમાં ગંદુ પાણી છોડવામાં આવતું હોવાથી આજુબાજુ ગંદકી થઇ ગઈ છે અને ડેપો પરના રસ્તો તેમજ પાર્કિંગમાં સિમેન્ટ કોંક્રિટ ઊખડી ગયાના કારણે સળિયા બહાર નીકળી આવતા અકસ્માત થવાનું જોખમ ઉભું થયું છે. આહવા ડેપો મેનેજરનું કહેવું છે કે અનેકવાર વલસાડ ડિવિઝનમાં જાણ કરી છતાં કોઈ એક્શન લેવામાં આવ્યું નથી અને બસ સ્ટેન્ડમાં સળિયા વિષે તો ડિવિઝનમાં લેખિત જાણ કરી છે હવે શું કરી શકાય