કપરાડા: આજરોજ નાનાપોંઢા ખાતે નવનિયુક્ત સરપંચનું સન્માન સમારંભ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં સરપંચ તરીકે શ્રી મુકેશભાઈ જીવણભાઈ પટેલ ડેપ્યુટી સરપંચ માટે દિલીપભાઈ ફુલજીભાઈ ચૌધરી સર્વાનુમતે નિમણૂક કરવામાં આવી હતી.

જુઓ વિડીયોમાં….

આ પ્રસંગે ગામના વડીલો અને મહિલાઓની સાથે સાથે ગામમાં નવા ચુંટાયેલા તમામ ચૂંટાયેલા સભ્યો ઉપસ્થિત રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આવનારા સમયમાં સરપંચ અને તેની ટીમ ગામમાં કેવા અને કેટલા વિકાસલક્ષી કામો કરે છે તેના પર તમામ ગ્રામજનોની નજર રહેશે.